સુરત : પાંચ બીમારીઓથી પીડિત નિવૃત્ત સેક્શન ઓફિસરે 15 દિવસમાં કોરોનાને મ્હાત આપી

સુરત : પાંચ બીમારીઓથી પીડિત નિવૃત્ત સેક્શન ઓફિસરે 15 દિવસમાં કોરોનાને મ્હાત આપી
સુરત : પાંચ બીમારીઓથી પીડિત નિવૃત્ત સેક્શન ઓફિસરે 15 દિવસમાં કોરોનાને મ્હાત આપી

નિવૃત્ત સેક્શન ઓફિસર અરવિંદભાઈ પટેલે કહ્યું - મારા જેવા કેટલાય દર્દીઓને નવું જીવન આપનાર સિવિલના તબીબી સ્ટાફને નમન કરૂ છું

  • Share this:
સુરત : કોરોનાને નાથવા પરિશ્રમ કરી રહેલાં સુરતના કોરોના વોરિયર્સની અવિરત સારવાર અને ફરજનિષ્ઠાથી હજારો કોમોર્બિડ અને ક્રિટીકલ દર્દીઓ સ્વસ્થ થયા છે. સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત સેક્શન ઓફિસર અરવિંદભાઈ પટેલને ફેફસાંની બિમારી, હ્રદયની નળી બ્લોકેજ સાથે ડાયાબિટીસ, મેદવૃદ્ધિ અને હાઈપર ટેન્શનથી બીમારી હોવા છતાં નવી સિવિલની પ્રશંસનિય કામગીરીથી ૧૫ દિવસમાં કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા છે.

મૂળ વલસાડના અને સુરત સ્થાયી થયેલા 61 વર્ષીય અરવિંદભાઈ પર્વત પાટિયા વિસ્તારની ધનવર્ષા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2017માં એસ.એમ.સી.ના સેક્શન ઓફિસર પદેથી રિટાયર્ડ થયો છું. 15 સપ્ટેમ્બરે સામાન્ય તાવ અને શરદી જણાતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતાં પોઝિટીવ આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી અને કોરોનામુક્ત થયો છું. મારા જેવા કેટલાય દર્દીઓને નવું જીવન આપનાર સિવિલના તબીબી સ્ટાફને નમન કરૂ છું.આ પણ વાંચો - ગાંધીનગર : કોંગ્રેસના ઉમેદવારોના નામ તૈયાર, દિલ્હી હાઇકમાન્ડ બુધવારે પસંદગી કળશ ઢોળશે

સિવિલના કોવિડ વોર્ડમાં ફરજ પરના રેસિડેન્ટ ડો.રોશની સાવલીયાએ જણાવ્યું હતું કે અરવિંદભાઈ પટેલને ‘કોરોનરી આર્ટરી ડિઝીઝ’(સીએડી) એટલે હ્રદયની નળીમાં લોહીનું ભ્રમણ સરખું ન થતું હોવાથી બ્લોકેજ થયું હતું. ઘણીવાર આવી બીમારીના લીધે દર્દી માનસિક રીતે હતાશ થઈને હિંમત હારી જતાં હોય છે. આવા સમયે સારવાર સાથે આશ્વાસન પૂરૂ પાડી દર્દીના મનોબળને મજબૂત કરીને સ્વસ્થ કરવા પર પુરતું ધ્યાન આપ્યું હતું.

અરવિંદભાઈની સારવાર કરનાર ડો. પ્રિયંકા પટેલે જણાવ્યું હતું કે અરવિંદભાઈને ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ(સી.ઓ.પી.ડી)ની ફેફસાની બિમારી છે. સી.ઓ.પી. ડી. એટલે દર્દીને શ્વાસ નળીમાં નાક અને ફેફસાની વચ્ચે સોજો આવવાના કારણે ઓક્સિજનની માત્રા ઘટવા લાગે છે. જેથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ખુબ જ સાવચેતી સાથેની સારવાર સાર્થક નીવડી છે. અરવિંદભાઈ છેલ્લા ત્રણ વર્ષથી શ્વાસ નિયંત્રિત કરવા રોટાહેલરની મદદ લે છે. કોરોના પોઝિટીવ આવતાં પરિવારજનોમાં ચિંતા હતી. 29 સપ્ટેમ્બરે સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

નવી સિવિલ હોસ્પિટલના ડો.અશ્વિન વસાવાના માર્ગદર્શન હેઠળ ડો. ટવિંકલ પટેલ, ડો. પ્રિયંકા પટેલ, ડો. શ્વેતા રાજકુમાર સહિત કર્મનિષ્ઠ તબીબો અને નર્સિંગ સ્ટાફના સફળ ઉપચારથી અરવિંદભાઈને ગંભીર પ્રકારની કોમોર્બિડ સ્થિતિમાંથી હેમખેમ ઉગારી નવું જીવન મળ્યું છે.
Published by:Ashish Goyal
First published:October 06, 2020, 22:44 pm