Home /News /gujarat /

સુરતઃ રિયલ એસ્ટેટ-ડાયમંડ જૂથનું રૂ.40 કરોડનું કાળુ નાણું ઝડપાયું

સુરતઃસુરતમાં રિયલ એસ્ટેટ અને ડાયમંડ જૂથ પર ઇન્કમટેક્સના દરોડામાં રૂ.40 કરોડનું કાળુ નાણું ઝડપાયું છે.રૂ.1 કરોડની રોકડ રકમ પણ કબ્જે લેવાઇ છે.55 લાખની એફડી પણ જપ્ત કરાઈ છે. ઇન્કમટેક્સ વિભાગે 31 બેંક લોકર સીલ કર્યા છે. તપાસના અંતે કાળા નાણાંનો આંક વધી શકે છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃસુરતમાં રિયલ એસ્ટેટ અને ડાયમંડ જૂથ પર ઇન્કમટેક્સના દરોડામાં  રૂ.40 કરોડનું કાળુ નાણું ઝડપાયું છે.રૂ.1 કરોડની રોકડ રકમ પણ કબ્જે લેવાઇ છે.55 લાખની એફડી પણ જપ્ત કરાઈ છે. ઇન્કમટેક્સ વિભાગે 31 બેંક લોકર સીલ કર્યા છે. તપાસના અંતે કાળા નાણાંનો આંક વધી શકે છે.

છેલ્લા કેટલાક સમયથી આઇટી વિભાગ દ્વારા બિલ્ડરો તથા ડાયમંડ પેઢીઓ પર બાઝ નજર રાખવામાં આવતી હતી ત્યારે થોડા દિવસ અગાઉ  આઇટી વિભાગની ટીમ દ્વારા સુરતના મીનીબજાર તથા હીરાબજારમાં આવેલી નામાકીંત હીરાની પેઢીને ત્યા દરોડા પાડયા હતા. દરોડાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

અધિકારીઓ દ્વારા કંપીનના જરુરી દસ્તાવેજો તથા પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.ડાયમંડ અને રિયલ એસ્ટેટના મોટા ગ્રુપ પર દરોડા પડ્યા છે. સુરત અને મુંબઈમાં 30થી 35 સ્થળોએ તપાસ શરૂ કરાઇ છે.100થી પણ વધુ ITના અધિકારીઓ તપાસમાં જોડાયા છે.મહીધરપુરામાં મોટાપાયે ITની ટુકડીઓ ત્રાટકી છે.ડાયમંડ બજારમાં ITની કાર્યવાહીથી સોપો પડ્યો છે.તપાસના અંતે કરોડોની મત્તા મળે તેવી સંભાવના છે.
First published:

Tags: ઇન્કમટેક્સ, ડાયમંડ, બ્લેકમની, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन