સુરત : માસ્ક વિના સામાન્ય પ્રજાને દંડ, નેતાઓને ખુલ્લી છૂટ, લોકોમાં જોવા મળ્યો રોષ

સુરત : માસ્ક વિના સામાન્ય પ્રજાને દંડ, નેતાઓને ખુલ્લી છૂટ, લોકોમાં જોવા મળ્યો રોષ
મનપાએ માત્ર 1 જ દિવસમાં 431 લોકોને માસ્કના નિયમ આગળ ધરી એક હજાર લેખે 4.31 લાખ રૂપિયાના દંડની વસૂલાત કરી

મનપાએ માત્ર 1 જ દિવસમાં 431 લોકોને માસ્કના નિયમ આગળ ધરી એક હજાર લેખે 4.31 લાખ રૂપિયાના દંડની વસૂલાત કરી

  • Share this:
સુરત : સુરતમાં કોરોનાનો કહેર ફરી વધી રહ્યો છે. જેને લઈને સુરત મહાનગરપાલિકા માસ્ક નહીં પહેરનારા લોકો પાસે દંડ વસુલી રહી છે. ત્યારે મનપાએ માત્ર 1 જ દિવસમાં 431 લોકોને માસ્કના નિયમ આગળ ધરી એક હજાર લેખે 4.31 લાખ રૂપિયાના દંડની વસૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકીય કાર્યક્રમોમાં નેતાઓ માસ્ક વિના જોવા મળતા હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરાતી અને સામાન્ય લોકો પાસે પોલીસ આકરો દંડ વસુલે છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર અને રેલીના કારણે સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના માટે જવાબદાર રાજકારણીઓને પકડવાના બદલે સુરત મનપા તંત્રએ હવે સામાન્ય નાગરિકોના ખિસ્સા ખંખેરવા માટે આખા શહેરમાં માસ્ક ન પહેરે તો એક હજાર રૂપિયાના દંડ વસુલવામાં આવશે તેવા બેનરો લગાવ્યા છે.આ પણ વાંચો - સુરતમાં કેજરીવાલે કહ્યું- 25 વર્ષમાં ભાજપે યુવાઓને નોકરી કેમ ન આપી? 5 વર્ષ આપો પાછળના 25 વર્ષ ભૂલી જશો

ચૂંટણી પહેલાં સુરતમાં કોરોનાના કેસ પચ્ચીસની નીચે આવી ગયાં હતા પરંતુ પરિણામ જાહેર થયા બાદ કોરોનાના કેસ 60 થી ઉપર જતાં રહ્યાં છે. ચૂંટણી પ્રચાર અને પરિણામની રેલીમાં હજારોની સંખ્યામાં રાજકીયપક્ષના નેતાઓ, કાર્યકરો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના જોવા મળ્યા હતા. જેથી કેસોની સંખ્યા આગામી દિવસો હજુ વધે તેવી શક્યતા છે પણ સંક્રમણ જાણે સામાન્ય પ્રજાને કારણે ફેલાયું હોય તેમ મનપા તંત્રએ લોકો પાસે આકરો દંડ વસુલવાનું શરૂ કરી દીધું છે. જેના થી સામાન્ય લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

કારોનાની સ્થિતિ વકરવા માંડતા ફરી પાલિકા દંડ ફટકારવા રસ્તા ઉપર ઉતરી આવી છે. પાલિકાએ એક જ દિવસમાં 431 લોકોને માસ્કના નિયમ આગળ ધરી 1 હજાર લેખે 4.31 લાખનો દંડની વસૂલાત કરી દીધી છે. એટલું જ નહીં મેળાવડા, સામાજિક કાર્યક્રમોમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતાં હોય કોરોનાના સંદિગ્ધો હોય શકે તેથી વધુને વધુ લોકો સંક્રમણનો ભોગ બની શકે છે. તેથી જાહેર સ્થળો પર ભેગા નહી થવા અપીલ કરવામાં આવી છે. 1 હજાર દંડ પેટે વસુલાત કરવામાં આવી રહી છે સાથે શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે પોલીસ ફરીયાદ પણ દાખલ કરાશે.
Published by:Ashish Goyal
First published:February 27, 2021, 15:30 pm