સુરત ખાતે યોજાનાર પાટીદાર અભિવાદન સમારોહની તૈયારીઓ જોરશોરમાં શરૂ

Parthesh Nair | Pradesh18
Updated: September 4, 2016, 3:27 PM IST
સુરત ખાતે યોજાનાર પાટીદાર અભિવાદન સમારોહની તૈયારીઓ જોરશોરમાં શરૂ
આગામી 8મી તારીખના રોજ સુરત ખાતે યોજાનાર પાટીદાર અભિવાદન સમારોહની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાટીદાર વિસ્તારોમાં જઇને સભાઓ ગજવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આગામી 8મી તારીખના રોજ સુરત ખાતે યોજાનાર પાટીદાર અભિવાદન સમારોહની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાટીદાર વિસ્તારોમાં જઇને સભાઓ ગજવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

  • Pradesh18
  • Last Updated: September 4, 2016, 3:27 PM IST
  • Share this:
સુરત# આગામી 8મી તારીખના રોજ સુરત ખાતે યોજાનાર પાટીદાર અભિવાદન સમારોહની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાટીદાર વિસ્તારોમાં જઇને સભાઓ ગજવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાટીદારો લાખોની સંખ્યામાં સુરતમાં વસવાટ કરે છે, જે રીતે પાસ દ્વારા આંદોલનને સફળ બનાવવા માટે ગ્રુપ મિટિંગો અને શેરી મિટિંગો કરીને આંદોલનને સફળ બનાવવાનો પ્રયાસ કરાયો હતો તેજ રીતે પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા 8મી તારીખે યોજાનાર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાના સમાજનાં અગ્રણીઓને એકત્રિત કરીને અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહી ને કાર્યક્રમને સફળ બનાવવાનું આયોજન શરૂં કરાયું છે.

કાર્યક્રમનો મુખ્ય ઉપદેશ પાટીદારોનું શક્તિ પ્રદર્શન કરીને પાટીદારોનું સમર્થન બીજેપી તરફી હોવાનું દર્શાવવા માટેનું છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં અમિત શાહ, બીજેપી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેવાના હોવાથી પાટીદાર અગ્રણી સહીત ભાજપનું સંગઠન પરોક્ષ રીતે સક્રિય થઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે મરણીયો પ્રયાસ કરી રહ્યાં છે.
First published: September 4, 2016, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading