Home /News /gujarat /

સુરત: ગીષ્મા હત્યા બાદ સુરત પોલીસ સજાગ થઈ, એવું તો શું કર્યું જાણો એક ક્લિક પર

સુરત: ગીષ્મા હત્યા બાદ સુરત પોલીસ સજાગ થઈ, એવું તો શું કર્યું જાણો એક ક્લિક પર

ગ્રિષ્માની તસવીર

Grishma Vekaria Murder Case: સુરત જિલ્લામાં ગીષ્મા હત્યાકાંડ બાદ તેમજ શહેરમા વધી રહેલા હત્યા અને દુષ્કર્મનાં બનાવો બાદ સુરત પોલીસ એક્શન મૂડમાં જોવા મળું રહી છે અત્યાર સુધી ક્યારેય આવા બેનરો રસ્તા પર લાગ્યા ન હતા પણ હવે ક્રાઈમનો રેશિયો વધતા સુરત પોલીસ પોતાની લાજ બચાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરીને ઠેર ઠેર બેનરો લગાડવામાં આવ્યા છે

વધુ જુઓ ...
સુરત: લોકોની સુરક્ષા બાબતે સુરત પોલીસનો (Surat Police) નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ-અલગ હેલ્પલાઇન દર્શાવતા બેનરો લગાડવામાં આવ્યા છે. કઈ પરિસ્થિતિમાં કયાં હેલ્પલાઇનનો ઉપયોગ કરવો તે બાબતની માહિતી આ બેનરોમા લગાવવામાં આવી છે. સુરક્ષા બાબતે લોકોમાં જાગૃતતા આવે તેને લઇ સુરત પોલીસ દ્વારા આ બેનર લગાવવામાં આવ્યા છે.

મહિલા પોલીસ સ્ટેશન 181 અભયમ હેલ્પલાઇન શી ટિમ અને સખી વન સ્ટોપ ના હેલ્પલાઇન નંબરો આ બેનરમાં દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ અલગ અલગ હેલ્પલાઇન પર કયા પ્રકારની મદદ લોકોને મળશે તે બાબતે ની માહિતી પણ લખવામાં આવી છે આખરે સુરત પોલીસ આવી એક્શન મૂડમાં?

સુરત જિલ્લામાં ગીષ્મા હત્યાકાંડ બાદ તેમજ શહેરમા વધી રહેલા હત્યા અને દુષ્કર્મનાં બનાવો બાદ સુરત પોલીસ એક્શન મૂડમાં જોવા મળું રહી છે અત્યાર સુધી ક્યારેય આવા બેનરો રસ્તા પર લાગ્યા ન હતા પણ હવે ક્રાઈમનો રેશિયો વધતા સુરત પોલીસ પોતાની લાજ બચાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરીને ઠેર ઠેર બેનરો લગાડવામાં આવ્યા છે ત્યારે હવે પોલીસની સાથે લોકો પણ જાગૃત થાય અને ગુનાખોરી અટકાવવામાં પોલીસની મદદ લે તે જરૂરી બન્યું છે.

જોકે આ પ્રકારનાં બનાવ બાદ સુરત પોલીસ એક્શનમાં હોય તેવું તો દેખાઈ રહ્યું છે. સાથે સાથે લોકોને જાગૃત થઇને આપેલા નંબર ઉપર પોલીસનો સંપર્ક કરે જેને લઇને ગૂનો બનતા અટકી શકે તે પ્રકારનો પ્રયાસ સુરત પોલીસ સાથે સુરત ગ્રામ્ય પોલીસે શરૂ કર્યો છે ત્યારે લોકો સૌથી વધુ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરી પોતાની સમસ્યા પોલીસને જણાવી અને ગ્રીષ્મા વેકરીયા એવી ઘટનાા ભવિષ્યમાં ન બને તે પ્રકારનો પ્રયાસ પોોલીસ દ્વારા કરવાંમાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી પહેલનો કેટલો ફાયદો થાય છે તે જોવું રહ્યું
Published by:Margi Pandya
First published:

Tags: Crime news, Surat Crime, Surat police

આગામી સમાચાર