Home /News /gujarat /

સુરત : મસાજ પાર્લરની આડમાં દેહવ્યાપારનો ધંધો, વિદેશી યુવતીઓ ઝડપાઇ

સુરત : મસાજ પાર્લરની આડમાં દેહવ્યાપારનો ધંધો, વિદેશી યુવતીઓ ઝડપાઇ

આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી

Surat crime news - થાઈલેન્ડથી યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર આવી દેહ વેપારનો ધંધો કરતી હતી

સુરત : સુરતમાં (Surat)છેલ્લા લાંબા સમયથી પોશ વિસ્તારોમાં મસાજ પાર્લરની (Massage parlor)આડમાં વિદેશી છોકરીઓ બોલાવી તેમની પાસે દેહવ્યાપારનો ધંધો લાંબા સમયથી ચાલી રહ્યો હોવાની વિગતો આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પાર્લરમાંથી માલિક સહિત બે ગ્રાહકો અને છ જેટલી વિદેશી મહિલાઓને ઝડપી પાડી હતી. આ યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર સુરત (Surat crime news)ખાતે આવી હતી અને ગોરખ ધંધા કરતી હોવાને લઈને પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમના દેશ મોકલી આપવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે. જેમાં વધુ ખુલાસા થાય તેવી સંભાવના છે.

સુરત શહેરમાં સ્પાના નામે દેહવ્યાપારના ધંધો કરતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહિ કરવા સારૂ AHTU/મીસીંગ સેલના કર્મચારીઓ સતત આ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે દરોડા પાડતા હોય છે. બાતમીદાર દ્વારા બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વેસુ સોમેશ્વર ચાર રસ્તા પાસે આવેલ , એસ.એન.એસ.પ્લેટીના કોમ્પ્લેક્ષના પાંચમા માળે આવેલ દુકાન નં 83 - એ ઓફિસ નં .504 ના ' R-1 સ્પા મસાજ પાર્લર નામની દુકાનમાં પોલીસે રેઇડ કરી હતી.

આ પણ વાંચો - surat crime news: ફેસબુક પર પરિચયથી 8 વર્ષની દીકરીની વિધવા માતાને પ્રેમજાળમાં ફસાવીને કર્યું યૌનશોષણ

પોલીસે એક સંચાલક સહિત 3 ગ્રાહક સાથે જ વિદેશી યુવતીઓને ઝડપી પાડી હતી. મસાજ કરવાના નામે દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાના પુરાવા મળી આવતા પોલીસે આ તમામ લોકોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. થાઈલેન્ડ ખાતેથી સુરતમાં ટુરિસ્ટ વિઝા પર આવેલી આ યુવતીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી હોવાને લઈને પોલીસે તેઓની અટકાયત કરી અને તેમને તેમના દેશ પરત મોકલી આપવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો - ogus Degree Scam: રાજપીપળા પોલીસે પકડી 'માર્કશીટ માફિયા,' 510 ડુપ્લીકેટ માર્કશીટ સાથે પકડાઈ દિલ્હીની યુવતી

બીજી બાજુ ગોરખ ધંધા કરતા સ્પાના સંચાલક અને માલિક દિપકકુમાર ઉર્ફે નિમિતભાઈ રવજીભાઈ પટેલ તથા વિદેશી મહિલા મોકલનાર નમાઇ ઉર્ફે સ્માઇલી ચીમખોનબુરી નાઓને વોન્ટેડ જાહેર કર્યા છે. દરોડા પડ્યા હોવાની વિગતો સામે આવતાની સાથે સુરતમાં તમામ મસાજ પાર્લરમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
Published by:Ashish Goyal
First published:

Tags: Crime news, સુરત

આગામી સમાચાર