સુરત પોલીસે મુસાફરના સ્વાંગમાં ચોરી કરતી 'રિક્ષા ગેંગ' ઝડપી

News18 Gujarati
Updated: November 12, 2019, 6:27 PM IST
સુરત પોલીસે મુસાફરના સ્વાંગમાં ચોરી કરતી 'રિક્ષા ગેંગ' ઝડપી
ઝ઼પાયેલા આરોપીઓ પોતાની જ રિક્ષામાં મુસાફરોને બેસાડી ઠગાઈ કરતા હતા.

પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આવી ઘટનાઓને અંજામ આપતા અનેક વાર ઝડપાઈ ચુક્યા છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) સતત રિક્ષામાં (Rickshaw) મુસાફરો (Passengers)ને છેતરી (Betrayed) કિંમતી સામાન અને મોબાઈલની ચોરી (Theft) કરતી ગેંગના (Gang) ત્રણ ઇસમોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી એક રિક્ષા સહિત કેટલો મુદામલ પણ કબ્જે કર્યો છે.

સુરત શહેર ચેઇન અને મોબાઈલ સ્નેચરો માટે હબ બની ગયું છે તેમ પણ કેટલાક વિસ્તારોમાં આવા ગુનાઓ સામન્ય બની ગયા છે ખટોદરા મહિધરપુરા લીબાયત અને સલાબતપુરા જેવા વિસ્તારોમાં આવી ઘટનાઓ સતત વધી રહ્યા છે તેવામાં ક્રાઇમબ્રાન્ચ પોલીસને માહિતી મળી હતી કે આવી રીતે લોકો સાથે ઠગાઈ કરનાર ગેંગ જે અગાઉ પણ પોલીસ ના હાથે પકડાઈ ચુકી છે અને ફરી આવી ઘટના ને અંજામ આપી રહી છે. આ બાતમીના આધારે તપાસ કરી પોલીસે તેમની ધરપકડ કરી પૂછપરછ કરતા તેમણે ખટોદરા અને પુના વિસ્તાર માં આજ પ્રકારે હોવાની કબૂલાત કરી હતી જોકેઆરોપી છેલ્લા લાંબા સમય થી આઠ જેટલા ગુનામાં નાસતા ફરતા હતા.આરોપીઓ આવી ઘટનાને પહેલાં અંજામ આપી ચૂકયા છે તેને લઈને પોલીસ આરોપીની વૉચમાં હતા અને પોલીસને્ બાતમી મળી હતી જેને આધારે આરોપી ને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  Google-Pay વાપરતા હોવ તો સાવધાન, ઠગે સુરતના વેપારીને લિંક મોકલી પૈસા પડાવ્યા!

આ ઘટનાની મોડ્સ ઑપરેન્ડી એવી હતી કે  આરોપી પહેલાં તો પોતાનો શિકાર શોધે અને તેને મુસાફર તરીકે રીક્ષામાં બેસાડી ને આગળ જઈને આગળ પોલીસ નું ચેકિંગ છે તેમાં જણાવી પોતાની સાથે આગળ બેસેલ પોતાની ગેંગ ના સભ્યને પાછળ મુસાફર સાથે બેસાડીને તેની નજર ચૂકવી  તેના ખિસ્સામાંથી અથવા પર્સમાં રહેલ રોકડા રૂપિયા અથવા મોબાલ ફોન અને ચોરી કરતા હતા.

આ પણ વાંચો :  અમદાવાદ : દાગીના જોવાના બહાને સોનાની ચોરી કરતું ઠગ દંપતી ઝડપાયું

પોલીસ આ ઇસમોની પૂછપરછ કરી ત્યારે આવા ગુના અનેક વખત કર્યા હોવાની કબૂલાત સાથે આઠ જેટલા ગુનામાં તે નાસ્તાં ફરતા હોવાની વિગત પણ સામે આવી હતી જોકે પોલીસે આ ઈસમોની વધુ પૂછપરછ માં હજુ પણ અનેક ગુણ ઉકલે તેવી આશકા વ્યક્ત કરી છે. જોકે, પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ભૂતકાળ માં અનેક ગુનામાં પોલીસ ની પકડ માં આવી ચૂકયા છે. આ મામલે પોલીસે હફીઝ ઉફે બંટી સ્ટાર શેખ, ઈરફાન ઉફે ઈપ્પો અબ્બાસ શેખજાવીદ ઉફે મિથુન રસીદ શેખની ધરપકડ કરી છે.
First published: November 12, 2019, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading