સુરત : સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી હત્યાઓનો સિલિસિલો યથાવત રહ્યો છે. દરમિયાનમાં ગઈકાલે સુરતના પુણા વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પુણા વિસ્તારના આ ચકચારી હત્યા કેસમાં પોલીસે મૃતકના બે મિત્રોની ધરપકડ કરી છે. આ બંને મિત્રોએ ભોગ બનનાર યુવકને જૂની અદાવતમાં ચાકુના ઘાં ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે આ માહિતીના આધારે બે યુવકોની ધરપકડ કરતા કેસનું કોકડું ઉકેલાયું છે.
આ ચકચારી હત્યા કેસની વિગતો એવી છે કે સુરતના પુણાના ભૈયાનગરમાં જૂની અદાવતમાં બે મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી પોતાના જ મિત્રની ઘાતકી હત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી ગણતરીના કલાકમાં હત્યારાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : પૌત્રની સગાઈમાં 6000નું ટોળું એકઠું કરનાર પૂર્વ MLA કાંતિ ગામીતની ધરપકડ, અન્ય 18 વ્યક્તિ પણ સાણસામાં
સુરતમાં ફરી એક વાર કોરોના મહામારી વચ્ચે ચાલતા કર્ફ્યુ વચ્ચે પણ હત્યા ની ઘટના અમે આવતા ચકચાર મચી જવા પામી હતી. જોકે સુરતના પુણા ગામ ખાતે આવેલા ભૈયાનગર માં જૂની અદાવતમાં બે મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી પોતાના મિત્રની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. પુણા ભૈયાનગર પાસે સારથિ કોમ્પ્લેક્સ નજીક રહેતા દેવેન્દ્ર ઝાવરે ઉર્ફે ચિન્ટુની સોમવારે રાત્રે કર્ફ્યૂના સમયગાળા દરમિયાન જ તેના બે મિત્રોએ ચપ્પુના 25 જેટલા ઘા ઝીંકી હત્યા કરી હતી.
દેવેન્દ્ર ઝાવરે ઉર્ફે ચિન્ટુને અગાઉ કિશન શંકર કનોજિયા અને જયેશ શંકર કનોજિયા સાથે જૂની વાતે તકરાર થઇ હતી, જેની અદાવત રાખી આ બંનેએ દેવેન્દ્ર ઝાવરે પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યા દીધી હતી. કિશન અને જયેશ દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દેવેન્દ્ર ઝાવરેને સ્મિમેર હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેને તબીબે મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : સુરત : હાઇટેક ચોરની ચોંકાવનારી કબૂલાત, દિલ્હીથી ફ્લાઇટમાં આવતો, 12 ઠેકાણે કરી હતી મોટી ચોરી
અત્રે નોંધનીય છે કે ઇજાગ્રસ્ત હાલતમાં જ્યારે દેવેન્દ્ર ઝાવરેને જ્યારે સ્મિમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો ત્યારે તેની પાસેથી પણ ચપ્પુ મળી આવ્યું હતું. ત્યારે પોલીસે તમામ મામલે ઊંડાણમાં તપાસ કરી હતી, અને મૃતકની પત્નીના બયાન મુજબ તપાસ હાથ ધરી ગણતરીના કલાકમાં હત્યારાઓને ઝડપી પાડર્યાં છે.