લાજપોર જેલમાં મોબાઇલ ફોન ભરેલું પોટલું ફેંકવાની કોશિશ, કૉન્સ્ટેબલની ધરપકડ

News18 Gujarati
Updated: September 15, 2019, 12:22 PM IST
લાજપોર જેલમાં મોબાઇલ ફોન ભરેલું પોટલું ફેંકવાની કોશિશ, કૉન્સ્ટેબલની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

સુરતની (surat)ની લાજપોર જેલ (Lajpor jail)માંથી 10 મોબાઇલ અને બેટરી મળી આવતાં જેલરની ફરિયાદ

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતની (surat) લાજપોર જેલ (Lajpor Jail) બહાર સુરક્ષા માટે તહેનાત SRP કૉન્સ્ટેબલ જેલમાં એક સાથે 10 મોબાઇલ ફોન (mobile Phone) ઘૂસાડવાની કોશિશ કરતા ઝડપાઈ ગયો હતો. કૉન્સ્ટેબલે (constable) જેલની દિવાલની ઉપરથી એક પોટલું જેલની અંદર નાખવાની કોશિશ કરી હતી જોકે પોટલું દિવાલને અથડાઇને બહાર પડ્યું હતું. આ પોટલામાંથી 10 મોબાઇલ ફોન, બેટરીઓ મળી આવી હતી. પોલીસે (Police) આ મામલે ગુનો નોંધી એક કૉન્સ્ટેબલની ધરપકડ કરી છે.

સુરતની જેલ જાણે મોબાઈલ શોપ બની ગઈ હોય તેવું લાગી રહીયુ છે કારણ કે સુરત ની જેલમાં મોબાઈલ મળવા આમ બની ગયા છે ત્યારે આ મામલે જેલના સલામતી જેલર (Jailor) જે.જી.દેસાઈ સ્ક્વૉડ સાથે વૉચમાં હતા ત્યારે SRP કૉન્સ્ટેબલ સંત્રી રાજેશ ડી. મકવાણા ફરજ પર ન હોવા છતા યુનિફોર્મમાં (Uniform) હતો. મકવાણાએ જેલની દિવાલ તરફ એક પોટલું ફેંક્યું હતું જોકે, તે પોટલું દિવાલને અથડાઈને નીચે પડ્યું હતું. કૉન્સ્ટેબલ રાજેશે ઉતાવળમાં તે પોટલું ઘાસમાં ફેંકી દીધું હતું. દરમિયાન જેલ સ્કવૉડે આ સમગ્ર ઘટના જોઈ હોવાથી તેમને શંકા ગઈ હતી, તેથી તેમણે પોટલું ખોલીને જોતાં જ તંત્ર ચોકી ગયું હતું.

આ પણ વાંચો : હાઇવે પર ખાડા પડતાં બાવળિયાએ PWDના એંજિનિયરને બોલાવી રિપેરીંગ કરાવ્યું

કૉન્સ્ટેબલે સંતાડવાનો પ્રયાસ કરેલા પોટલામાં બે બોક્સ હતા તેથી પોલીસે સાચવીને તે બોક્સ ખોલતાં બે બોક્સમાં એક જ કંપનીના કુલ 10 મોબાઇલ ફોન અને બેટરી મળી આવ્યા હતા. આ ફોનમાં સિમકાર્ડ ન હતા તેથી જેલ તંત્રએ ફોન કબ્જામાં લઈ લીધા હતા. આ મામલે કૉન્સ્ટેબલ રાજેશની પૂછપરછ કરતા તેણે સાગરિત બંટીની મદદથી તે ફોન મંગાવીને જેલની અંદર ઘૂસાડવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી.

આ મામલે જેલર કુંદનસિંગ ધારગેએ કૉન્સ્ટેબલ રાજેશ મકવાણા અને બંટી વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં પ્રિઝનર એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. સચિન પોલીસે ફરિયાદ બાદ કૉન્સ્ટેબલ રાજેશની મકવાણા ધરપકડ કરી છે. આ ફોનના ઉપયોગ બાબતે પોલીસને શંકા હોવાથી પોલીસે તમામ ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફ.એસ.એલમાં) મોકલી આપ્યા છે.
First published: September 15, 2019, 12:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading