સુરતમાં દંડથી બચવા માટે લોકોની તિકડમબાજી, યુવતી-માતાએ તમાશો કર્યો

News18 Gujarati
Updated: November 1, 2019, 4:30 PM IST
સુરતમાં દંડથી બચવા માટે લોકોની તિકડમબાજી, યુવતી-માતાએ તમાશો કર્યો
સુરતમાં યુવતીએ દંડથી બચવા ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન કર્યુ હતું.

લાભ પાચમે લોકોએ દંડ ભરી મુહૂર્ત કર્યુ, RTO બહાર પણ લાંબી લાઈન જોવા મળી

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત :  સુરતમાં (Surat) ટ્રાફિકના (Traffic Rules) નવા નિયમનું આજથી અમલીકરણ સુરત પોલીસે શરુ કરતા લોકો પહેલા દિવસે દંડ ભરવા (Traffic fines) સાથે ટ્રાફિકના નિયમ દોડતાં જોવા મળ્યા હતા. જોકે, કેટલાક તો દંડથી બચવા માટે અવનવા કાવાદાવા કરતા જોવા મળ્યા હતા. એક યુવતી એ તો પોલીસ સાથે ગેર વર્તન કરતા મહિલા પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી. યુવતી અને તેની માતાએ દંડ ભરવાની બાબતે હંગોમાં કર્યો હતો અને મીડિયાના કેમેરા સામે પણ ગેરવર્તન કર્યુ હતું. બીજી બાજુ RTO પર HRPS નંબર પ્લેટ માટે લાંબી લાઈન પણ જોવા મળી હતી

ટ્રાફિક ના નિયમ ભાગ બાદલ એક યુવતીને પોલીસે અટકાવતા આ યુવતી એ તો પહેલાં પોલીસ ને ખોટી માહિતી આપી અને પોલીસ સાથે માથાકૂટ કરવા લાગી હતી. જોકે, પોલીસે તેની ગાડી જમા લઈને મેમો આપતા આ યુવતી ગુસ્સે ભરાઈ હતી અને પોલીસ સાથે ગેરવર્તન કરવા લાગી હતી. પોલીસે તેની પાસેથી ગાડી જમા લેવા માટે મહિલા પોલીસ ની મદદ પણ દીધી હતી આમ પહેલા દિવસે લોકો પોલીસના કામમાં રુકાવટ ઉભી કરી હતી.

આ પણ વાંચો : પાક વીમા માટે રજિસ્ટ્રેશન કરાવવાની મુદ્દત વધારાઈ, 3 નવેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે

આજથી રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટ ના અમલીકરણની શરૂઆત થઈ છે ત્યારે સુરત માં ટ્રાફિક પોલીસ એક્શનમાં દંડ ની કાર્યવાહી કરતી જોવા મળી હતી. પહેલા દિવસે 50 ટકા લોકો હેલ્મેટ વગર જોવા મળ્યા હતા. કેટલાક લોકો તો દંડ થી બચવા માટે પોલીસ ને જોઈને અનેક કાવા દાવા કરતા જોવા મળ્યા હતા પોલીસ ને જોઈને કેટલાક લોકો જતા હતા તો કેટલાક લોકો પોતાની ગાડી પગપાળા લઈને જતાં જોવા મળ્યા હતા. એક ભાઈ તો પોલીસે પકડતા પોતાનું પેટ પકડીને રસ્તા પર બેસી ગયા હતા જોકે પોલીસે HRPS નંબર પલેટ અને પી.યુ.સી પણ ચેક કરતા દંડ ભરવાની વારી આવી હતી. સરકારે રાહત આપ્યા બાદ પણ આજે પણ RTOખાતે લાઈન જોવા મળી હતી.

First published: November 1, 2019, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading