Home /News /gujarat /

સુરતમાં અભિવાદન સમારોહમાં પાટીદારોનો હંગામો, પોલીસ પર પથ્થરમારો

સુરતમાં અભિવાદન સમારોહમાં પાટીદારોનો હંગામો, પોલીસ પર પથ્થરમારો

સુરતમાં આજે યોજાયેલા અભિવાદન સમારોહમાં પાટીદારોએ હંગામો મચાવતાં અફરાતફરી સર્જાવા પામી છે. પોલીસ અને કેટલાક યુવાનો વચ્ચે સંઘર્ષ થતાં મામલો બીચકાયો હતો. ખુરશીઓ પણ ઉછળી હતી. છેવટે પોલીસે નલિન કોટડીયા સહિત પાટીદાર યુવાનોની અટકાયત કરી છે.

સુરતમાં આજે યોજાયેલા અભિવાદન સમારોહમાં પાટીદારોએ હંગામો મચાવતાં અફરાતફરી સર્જાવા પામી છે. પોલીસ અને કેટલાક યુવાનો વચ્ચે સંઘર્ષ થતાં મામલો બીચકાયો હતો. ખુરશીઓ પણ ઉછળી હતી. છેવટે પોલીસે નલિન કોટડીયા સહિત પાટીદાર યુવાનોની અટકાયત કરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરત #સુરતમાં આજે યોજાયેલા અભિવાદન સમારોહમાં પાટીદારોએ હંગામો મચાવતાં અફરાતફરી સર્જાવા પામી છે. પોલીસ અને કેટલાક યુવાનો વચ્ચે સંઘર્ષ થતાં મામલો બીચકાયો હતો. ખુરશીઓ પણ ઉછળી હતી. છેવટે પોલીસે નલિન કોટડીયા સહિત પાટીદાર યુવાનોની અટકાયત કરી છે.

સુરતમાં યોજાયેલા અભિવાદન સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત હતા એ સમયે કેટલાક યુવાનો દ્વારા જય સરદાર જય પાટીદારના નારા ગૂંજ્યા હતા. એક તરફ દિપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરુઆત થઇ તો બીજી તરફ સ્ટેજની સામે જ પાટીદાર યુવાનોએ હુરીયો બોલાવ્યો હતો અને ખુરશીઓ ઉછાળી હતી.

#મોટા વરાછા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરતા પોલીસ પાર્ટી પર પથ્થર મારો

#એડિ. કમિશનર ભાટીની કાર પર પણ પથ્થર મારો

#પોલીસે જવાબમાં એક ટીયર ગેસ છોડ્યો

#પથ્થરમારાની જગ્યાએ મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઇ

#રેશ્મા પટેલની પોલીસે કરી અટકાયત

#નલીન કોટડિયાની પણ કરી અટકાયત

#મોટા વરાછામાં સ્થાનિક પાટીદારોનો પીપી સવાણી સ્કૂલની બસો પર પથ્થરમારો

#પીળી દેખાતી ખાલી સ્કૂલ બસો પર પથ્થરમારો શરૂ

#મોટી સંખ્યામાં પાટીદારો રોડ પર ઊતર્યાં

#રેશ્મા પટેલ સહિત 40 લોકોની કરાઇ અટકાયત

#તમામને યોગેશ્વર ફાર્મમાં લઇ જવાયા

#અબ્રામા રોડ પાસેની સ્વામિનારાયણ સર્કલ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત

#કોઈ અઘટીત ઘટના ના બને તે માટે પૂરતી તકેદારી લેવામાં આવી રહી છે

#વધારાની પોલીસનો કાફલો બોલાવામાં આવ્યો

#વરાછા વિસ્તારમાં બીઆરટીએસ સેવા બંધ કરાઇ

#એસટીના રૂટ પણ ડાયવર્ટ કરાય તેવી શક્યતા

#પુરૂષોતમ રૂપાલાના ભાષણ દરમિયાન હાર્દિકના સમર્થનમાં સુત્રોચ્ચાર

#પુરૂષોતમ રૂપાલાએ પ્રદર્શનકારો વિરૂધ્ધ આપી પ્રતિક્રિયા, દુધના ફોદા ગણાવ્યા

#સમાજને ગેર માર્ગે દોરી રહેલ લોકો સમાજ માટે ઘાતકી છે: રૂપાલા
First published:

Tags: ગુજરાત, પાટીદાર અનામત આંદોલન, ભાજપ, સુરત, હાર્દિક પટેલ

આગામી સમાચાર