Home /News /gujarat /

સુરત : મનપા દ્વારા હવે પેઇન્ટિંગથી લોકોમાં કોરોનાને લઇ જાગૃકતા લાવવાનો પ્રયત્ન

સુરત : મનપા દ્વારા હવે પેઇન્ટિંગથી લોકોમાં કોરોનાને લઇ જાગૃકતા લાવવાનો પ્રયત્ન

સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોનાથી બચવા માટે જન જાગૃતિના સંદેશ માટે અનોખો પ્રયાસ કરાયો

સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોનાથી બચવા માટે જન જાગૃતિના સંદેશ માટે અનોખો પ્રયાસ કરાયો

સુરત : સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોનાથી બચવા માટે જન જાગૃતિના સંદેશ માટે અનોખો પ્રયાસ કરાયો છે. ઉધના ઝોન વિસ્તારમાં બે સ્થળો પર રોડ અને દીવાલ પર જન જાગૃતિના સંદેશ આપતી પેઇન્ટિંગ બનાવાઈ છે.

ઉધના ઝોન વિસ્તારમાં ખરવરનગર જંનકશન પર તથા ગોવાલક રોડ પર જન જાગૃતિના સંદેશ આપતા પેઇન્ટિંગ બનાવાયા છે. આ પેઇન્ટિંગના માધ્યમથી જાગૃતિના પ્રયાસો કરાયા છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માસ્ક પહેરવું જરૂરી છે. હાથ વારંવાર ધોવા જરૂરી છે અને હાથ સેનિટાઇઝ કરવા જોઈએ તે આ પેઇન્ટિંગના માધ્યમથી બતાવામાં આવ્યું છે. પેઈન્ટરના માધ્યમથી આ પેઇન્ટિંગ મનપા દ્વારા બનાવાયા છે. સ્લમ વિસ્તારોમાં આગામી દિવસોમાં આવા જન જાગૃતિના પેઇન્ટિંગ બનાવવામાં આવશે.

આ પણ વાંચો - 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 333 કેસ, પોઝિટિવ કેસનો આંકડો 5000ને પાર

મનપા દ્વારા હાલ ના દિવસો કોરોનાને માત આપવા માટે સ્લમ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ડોર ટુ ડોર કચરા એકત્રીકરણના વાહનો ઉપર પણ જનજાગૃતિના સંદેશા પ્રદર્શિત કરાયા છે. રીક્ષા દ્વારા જનજાગૃતિનો પ્રચાર પ્રસાર કરાય છે. હવે આ પેઇન્ટિંગના માધ્યમથી સંદેશા આપવાની અનોખી રીત મનપા દ્વારા અપનાવામાં આવી છે. આ ઉપરાંત પણ મનપા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોમાં જાગૃકતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મનપા દ્વારા બનતા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. લોકોને પેઇન્ટિંગ ગમતી હોવાથી અને આકર્ષિત કરતી હોવાથી આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, Surat Municipal corporation, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन