Home /News /gujarat /

સુરત : મનપાના પેન્શનરો માટે રાહતના સમાચાર, જાણો શું લીધો નિર્ણય

સુરત : મનપાના પેન્શનરો માટે રાહતના સમાચાર, જાણો શું લીધો નિર્ણય

સુરત મનપામાં હદ વિસ્તરણની કાર્યવાહીમાં ન ઉમેરાયેલા ગામો માટે રજૂઆત

સુરત મહાનગરપાલિકાએ પોતાના નિવૃત્ત અને વડીલ પેન્શનરો માટે એક મહત્વનો નિર્ણય લીધો

સુરત : સુરત મહાનગરપાલિકાએ પણ પોતાના નિવૃત્ત અને વડીલ પેન્શનરો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. મનપાના નિવૃત કર્મચારી એવા પેન્શનરોએ દર વર્ષે મે તથા જૂન મહિનામાં પોતાની હયાતીના સહી કરેલા ફોર્મ મનપામાં જમા કરાવવાના રહે છે. આ બે મહિનામાં જો ફોર્મ જમા ન થાય તો તેઓનું પેન્શન અટકાવી દેવામાં આવે છે. હાલ કોરોના સંક્રમણની સ્થિતિમાં વૃદ્ધોએ ખાસ કાળજી રાખવાની જરૂર પડે છે, અને તેઓને કામ વગર બહાર ન નીકળવાની તબીબો દ્વારા સલાહ આપવામાં આવે છે. જેને પગલે વડીલોએ માત્ર ફોર્મ જમા કરાવવા મનપા કચેરીમાં ન આવવું પડે એ હેતુથી, ફોર્મ જમા કરાવવાની તારીખ 31 ઑગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વડીલો ખાસ કરીને જેઓ ડાયાબિટીસ જેવી કોઈપણ બીમારીથી પીડિત હોય અને કો-મોર્બીડ સ્થિતિમાં હોય તેવા વડીલોની કાળજી લેવી અત્યંત જરૂરી છે. વૃદ્ધ અને વધુ વયના વ્યક્તિઓ માટે વિશેષ સર્વે કરાવી ઘરે-ઘરે જઈને એ લોકોને સતર્ક રહેવા તકેદારી રાખવા સમજાવતી હોય ત્યારે પોતાના જ નિવૃત્ત અને વડીલ પેન્શનરોને કચેરીમાં બોલાવવાનું યોગ્ય નથી.

આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 510 કેસ નોંધાયા, 24 કલાકમાં 34 દર્દીના મોત

કમિશનરે જણાવ્યું હતું કે નિવૃત પેન્શનરોએ મનપામાં પોતાની હયાતીના જે ફોર્મ મે અને જૂન માસમાં જમા કરાવવાના રહે છે, એ હવે 31 ઓગસ્ટ સુધી જમા કરાવી શકાશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કોરોના સંક્રમણની સ્થિતિ લાંબી ચાલશે તો 31 ઓગસ્ટ કરતાં પણ આ તારીખ વધુ લંબાઇ શકે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, Surat Municipal corporation, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन