મનપાના ડે.કમિશનર એન.વી.ઉપાધ્યાયને 10 જુલાઇએ તાવના લક્ષણો જણાતા 12 જુલાઇના રોજ કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ઓક્સિજનની ઊણપ કે અન્ય કોઇ શારીરિક તકલીફ ન જણાતા 17 દિવસ હોમ આઇસોલેશનમાં રહીને સારવાર મેળવી હતી. હોમ આઇસોલેશનમાં સ્મીમેરના ડોકટરોની સારવાર મેળવ્યાં બાદ 27મી જુલાઇના રોજ કોરોનાને મ્હાત આપી ફરી એકવાર લોકોની સેવામાં કાર્યરત થયા હતા.
એન.વી.ઉપાધ્યાય જણાવ્યું હતું કે તા.27 જુલાઇએ કોરોનામુક્ત થતાં જ સૌ પ્રથમ સંકલ્પ કર્યો હતો કે 28 દિવસ પછી હું પણ પ્લાઝમાં ડોનેટ કરીશ. 28 દિવસ પૂર્ણ થતા સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમાં આપવા માટે આવ્યો ત્યારે જાણ થઇ કે બ્લડની પણ અછત થઇ રહી છે, જેથી સંકલ્પ કર્યો છે કે હવે પછી 28 દિવસ પુર્ણ કરી રક્તદાન કરીશ. જેથી જરૂરિયાતમંદને રક્ત મળી શકે.
આ પણ વાંચો - રાજકોટ : જમીનની અંદર 9 ટાંકામાં ગેરકાયદે રખાયેલો 1.12 કરોડનો જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો" isDesktop="true" id="1025074" >
સુરતમાં ભાજપના વધુ બે કોર્પોરેટરો કોરોનાગ્રસ્તસુરતમાં ભાજપના વધુ બે કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ અમિતસિંહ રાજપૂત અને પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ-સીનિયર કોર્પોરેટર મુકેશ દલાલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી, પ્રવીણ ઘોઘારી, કાંતિ બલર, પૂર્વ ધારાસભ્ય પ્રફૂલ પાનસેરિયાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જે પૈકી હાલ હર્ષ સંઘવી કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. આ પૂર્વે ભાજપના કોર્પોરેટર હિતેશ ગામિત, ટી. પી. કમિટીના ચેરમેન કોર્પોરેટર રમેશ ઉકાણી, કોર્પોરેટર રાકેશ માળી પણ કોરોનાગ્રસ્ત થઇ ચૂક્યા છે.