Home /News /gujarat /

સુરત મહાનગર પાલિકાના ઓડિટ વિભાગના કર્મચારીને કોરોના, વિભાગ ચાર દિવસ બંધ

સુરત મહાનગર પાલિકાના ઓડિટ વિભાગના કર્મચારીને કોરોના, વિભાગ ચાર દિવસ બંધ

પ્રતિકાત્મક તસવીર

મનપાના સફાઈ કર્મચારી, નર્સ, તબીબો અને અન્ય વિભાગમાં સંખ્યાબંધ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે પરંતુ હજુ સુધી ક્યારેય પણ કોઈપણ વિભાગને બંધ કરવામાં આવ્યો નથી

સુરત : સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા ઘણા બધા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી ક્યારેય પણ મનપા કમિશ્નર દ્વારા કોઈપણ વિભાગને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે ગુરુવારે ઓડિટ વિભાગમાં એક કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચાર દિવસ માટે ઓડિટ વિભાગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મનપાની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે કે ઓડિટ વિભાગ માટે આટલું વહાલાપણું શા માટે?

શહેરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા સંખ્યાબંધ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. મનપાના સફાઈ કર્મચારી, નર્સ, તબીબો અને અન્ય વિભાગમાં સંખ્યાબંધ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે પરંતુ હજુ સુધી ક્યારેય પણ કોઈપણ વિભાગને બંધ કરવામાં આવ્યો નથી અને કોઈ કામો પણ અટકાવવામાં આવ્યા નથી. ત્યારે આજે સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં ઓડિટ વિભાગમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જાણે કે ખુબ ગંભીર મુદ્દો હોય તેમ અચાનક ચાર દિવસ માટે ઓડિટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો - અમદાવાદના બે એન્જિનિયર યુવાનોએ તૈયાર કર્યું ઓલ ઇન વન સ્માર્ટ હેન્ડવોશ મશીન

ગુરુવારથી માંડી આવતા સોમવાર સુધી ઓડિટ વિભાગ સંપૂર્ણ પણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા 410 જેટલા કર્મચારીને હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. પહેલીવાર એક કેસના કારણે આખો વિભાગ બંધ કરવાના નિર્ણયને કારણે મનપાના સ્ટાફમાં કચવાટ જોવા મળ્યો હતો અને વ્હાલા-દવલાની નીતિ હોય તેવું જોવા મળ્યું હતું.
Published by:Ashish Goyal
First published:

Tags: Surat Municipal corporation, મહાનગરપાલિકા, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन