Home /News /gujarat /સુરતમાં માતા - દીકરી પર rape with Murder કેસમાં આરોપીને ફાંસીની સજા, સહ આરોપીને આજીવન કેદ

સુરતમાં માતા - દીકરી પર rape with Murder કેસમાં આરોપીને ફાંસીની સજા, સહ આરોપીને આજીવન કેદ

આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જરને ફાંસીની સજા સંભળાવવામાં આવી

Surat Crime news: આરોપીએ ભોગ બનેલી બાળકીની માતાને 35 હજારમાં ખરીદી હતી અને તેને પોતાની સાથે પાંડેસરા રહેવા લઈ આવ્યો હતો

  સુરત: શહેરમાં  (Surat latest news) વર્ષ 2018માં પાંડેસરા વિસ્તારમાં માતા અને પુત્રી પર દુષ્કર્મ આચરીને હત્યા (Surat mother daughter rape with murder case) કેસમાં આજે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જરને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે સહ આરોપી હરિઓમને આજીવન કેદનની સજા સંભળાવવામાં ફટકારવામાં આવી છે.

  કોર્ટ દ્વારા હર્ષ સાંઈ ગુર્જર વિરુદ્ધ 302,323,201,376(2)(i)(j)(m),પોકસો એકટની કલમ 5,(i)(m) લગાવવામાં આવી છે. આ સાથે સેક્શન 6 મુજબ હરિઓમ ગુર્જર વિરુદ્ધ 201,364,114 મુજબ ગુનો દાખલ થયો છે.

  આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને સુનાવણી 7 માર્ચ પર મુલતવી રાખવામાં આવી હતી. આ કેસમાં કોર્ટ દ્વારા આ કેસમાં સુનાવણીમાં આકોપીઓને સજા ફટકારવામાં આવી છે. નોંધનીય છે કે, સુરત (Surat Crime branch) અને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ( Ahmedabad Crime Branch) ટીમે બે આરોપીને રાજસ્થાનથી ઝડપાયી પાડ્યા હતા. કોર્ટે આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. આજે સજા પર સુનાવણી હાથ ધરાઇ હતી.

  બાળકી અને માતાની હત્યા કરી ઝાડીઓમાં ફેંકી દીધી હતી

  આ કેસની વિગતો પ્રમાણે, 6 એપ્રિલ, 2018ના રોજ પાંડેસરા વિસ્તારમાં એક માતા અને બાળકીની લાશ ઝાડી ઝાંખરા વિસ્તારમાંથી મળી આવી હતી. બંને મૃતદેહનો કબ્જો લઈને પોલીસે પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પીએમ રિપોર્ટ સામે આવ્યું હતું કે, માતા અને બાળકી સાથે પહેલા રેપ થયો હતો બાદ તેને તડપાવીને હત્યા નીપજાવી હતી. એટલું જ નહી, પણ માતા અને બાળકીને ઢોર માર મારી તડપાવીને મારી નાખી હતી અને બાદમાં માસુમ બાળકી અને માતાની હત્યા કરી ઝાડીઓમાં ફેંકી દીધી હતી.

  4 વર્ષ બાદ સુરત કોર્ટ દ્વારા આરોપીઓને દોષિત ઠેરવાયા

  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ચકચારી કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. મુખ્ય આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર અને મદદ કરનાર આરોપીને હરિઓમ ગુર્જરને સુરત પોલીસને સોંપવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે 4 વર્ષ બાદ સુરત કોર્ટ દ્વારા મુખ્ય આરોપી અને મદદ કરનાર આરોપીને દોષિત ઠેરવામાં આવ્યા છે.

  આ પણ વાંચો - દમણ નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલની હત્યાનો ઉકેલાયો ભેદ, લાખોનું કૌભાંડ છૂપાવવા એકાઉન્ટન્ટે જ કરી નિર્મમ હત્યા

  સીસીટીવીની મદદથી કેસ ઉકેલાયો હતો

  બન્નેની ઓળખ માટે પોલીસે આશરે 6500 પોસ્ટર દેશના તમામ રાજ્યોમાં લગાડી પરિવાર શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેમછતાં કોઈ સફળતા મળી ન હતી. જોકે આખરે એક 56 સેકન્ડના CCTV કેમેરામાં કાળા કલરની કારની ઓળખ થયા બાદ આખો કેસ ઉકેલાયો હતો.

  આ પણ વાંચો - સુરતઃ કેર ટેકરની બાળકો સાથે ક્રૂરતા, મહિનાની બ્રેઈન હેમરેજની સારવાર બાદ બંને બાળકો સાજા થયા

  દીકરી અને માતા રાજસ્થાનના હતા

  પોલીસની પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ કરી લીધો હતો. જેમાં તેણે જણાવ્યુ હતુ કે, રાજસ્થાનના એક ગામમાંથી માતા દીકરીને કામ અપાવવાના બહાને સુરત જિલ્લાના કામરેજ ગામમાં લવાયા હતા. જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ અપાવવામાં આવ્યું હતું. જોકે, કોઈ વાત ઉપર રકઝક થતા આરોપીએ મહિલાને ફાંસો આપી પતાવી દીધા બાદ એરપોર્ટ રોડ ઉપર ઝાડીમાં ફેંકી દીધી હતી અને માસૂમ દીકરીને પોતાની સાથે પોતાના જ ઘરમાં રાખતો હતો. જ્યાં પણ ડર એટલે કે પરિવાર બાળકીને લઈ કોઈ પ્રશ્ન ઉભો કરે તેવા ડર વચ્ચે આરોપીએ બાળકીને મારી નાખી પોતાની કારમાં ઘરથી થોડે દૂર ફેંકી દીધી હતી.  માતાને 35 હજારમાં ખરીદી હતી

  આરોપીએ ભોગ બનેલી બાળકીની માતાને 35 હજારમાં ખરીદી હતી અને તેને પોતાની સાથે પાંડેસરા રહેવા લઈ આવ્યો હતો. જેના કારણે હર્ષ અને તેની પત્ની વચ્ચે ઝઘડાઓ થતાં હતા. ત્યારબાદ હર્ષે મહિલાની દીકરીની નજર સામે હત્યા કરી હતી. ત્યારબાદ તેની દીકરીને સાથે રાખી દુષ્કર્મ આચરી તેની ક્રુર હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. પોસ્ટ મોર્ટમમાં બાળકી સાથે ગંભીર પ્રકારે સતત દુષ્કર્મ આચરી તેની હત્યા કર્યાનું બહાર આવ્યું હતુ.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Crime news, ક્રાઇમ, ગુજરાત, સુરત, હત્યા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन