Home /News /gujarat /

સુરત : મોબ લિન્ચિંગ વિરોધ રેલીની હિંસા મામલે 6ની ધરપકડ, 32 સામે ગુનો નોંધાયો

સુરત : મોબ લિન્ચિંગ વિરોધ રેલીની હિંસા મામલે 6ની ધરપકડ, 32 સામે ગુનો નોંધાયો

પોલીસે આ મામલે 2 કોર્પોરેટ સહિત 32 જણા સામે ગુનો નોંધ્યો છે જ્યારે 4થી 5 હજાર જણાના ટોળા સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

સુરતમાં મોબ લિન્ચિંગનો વિરોધ કરવા માટે શુક્રવારે યોજાયેલી રેલી હિંસક બનતા તોફાનો થયા હતા.

    કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં મોબ લિન્ચિંગનો વિરોધ કરવા માટે શુક્રવારે એક રેલી યોજાઈ હતી. જો કે રેલીની શરૂઆત શાંતિપૂર્ણ રીતે થયા બાદ અચાનક ઘર્ષણ શરૂ થઇ ગયું. વિરોધ કરી રહેલા ટોળાએ ઉગ્ર વિરોધ કરતાં પોલીસે હળવા લાઠીચાર્જની શરૂઆત કરી ત્યારબાદ ભીડ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની જરૂર પડી હતી. પોલીસે આ મામલે 2 કોર્પોરેટર સહીત 32 જણા સામે ગુનો નોંધ્યો છે જ્યારે 6 વ્યક્તિની ધરપકડ કરાઈ છે.

    પોલીસે આ મામલે આઈપીસીની કલમ 143,147,148,149,337,341,332,353,120 બી, 307 મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટીની કલમ 3 મુજબ પણ ગુનો નોંધ્યો છે. આ રેલીમાં થયેલી હિંસામાં અગાઉ 6 વ્યક્તિની અટકાયત થઈ હતી જેમની ધરપકડ કરવામાં આવી છે.

    આ પણ વાંચો : રાજ્યમાં મેઘમહેર, નવસારીના ખેરગ્રામમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ

    પોલીસે હિંસાના ગુના સબબ ઇશ્તિયાક પઠાણ, સાહિલ સૈયદ, અસલમ સાયકવાલા, શબ્બીર ચાવાળા, મોહમ્મદ ઇકબાલ ફરામ, સાજીદ શાહની ધરપકડ કરી છે જ્યારે 4-5 હજારના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે.

    મામલો શું હતો?
    સુરતમાં મોબલિન્ચિંગના વિરોધમાં કેટલાક લોકો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ચોકબજારથી થઇને ક્લેક્ટર ઓફિસ સુધી જવાની હતી , જો કે રેલી વિવેકાનંદ સર્કલ પાસે પહોંચી ત્યારે પોલીસ દ્વારા રેલીને અટકાવવામાં આવી હતી. જો કે આ દરમિયાન કેટલાક તોફાની શખ્સો ઉશ્કેરાય ગયા અને પલોસી પર જ પથ્થરમારો શરૂ કરી દીધો. જવાબમાં પોલીસે પણ લાઠીચાર્જ કરવાનું શરૂ કર્યું હતું.

    આ પણ વાંચો :  હડફ ડેમમાં પાણીની આવક થતા 3 દરવાજા ખોલ્યા, ઓરસંગ નદી બે કાંઠે

    તોફાન ટોળા દ્વારા એક બજારને બાનમાં લેવામાં આવી, જેમાં દૂકાનોમાં તોડફોડ અને રસ્તા પર જતી સિટિબસના કાટ તોડવામાં આવ્યા હતા. જો કે પોલીસે ટિયર ગેસના સેલ છોડી ભીડને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Mob lynching, Rally, Violance, એફઆઇઆર, પોલીસ`, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन