સુરત : મેયર ડૉ. જગદીશ પટેલ કોરોના સંક્રમિત, બપોર સુધીમાં જ 170 કેસ નોંધાયા

સુરત : મેયર ડૉ. જગદીશ પટેલ કોરોના સંક્રમિત, બપોર સુધીમાં જ 170 કેસ નોંધાયા
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા ચાર પાંચ દિવસથી સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં રાત્રી કરફ્યૂ સાથે કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરાવવા માટે મનપા અને પોલીસ ટીમ સતત દોડી રહી છે

  • Share this:
સુરત : જીવલેણ કોરોના વાયરસની ગુજરાતમાં આવેલી બીજી લહેરમાંથી સુરત પણ બાકાત રહ્યું નથી. ફરીથી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા બહાર આવવા આરોગ્ય તંત્ર ફરી દોડતુ થયું છે. આજે સુરત શહેર અને જિલ્લામાં બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના નવા 170 પોઝિટિવ દર્દી નોધાયા છે. આ સાથે સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કુલ દર્દીની સંખ્યા 81,846 નોંધાઇ છે. આજે બહાર આવેલા કોરોના સંક્રમિતની સંખ્યામાં મેયર ડો. જગદીશ પટેલ પણ કોરોથી સંક્રમિત થયા છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામા આવ્યા છે.

છેલ્લા ચાર પાંચ દિવસથી સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં રાત્રી કરફ્યૂ સાથે કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરાવવા માટે મનપા અને પોલીસ ટીમ સતત દોડી રહી છે. માસ્ક નહી પહેરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન નહીં કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાના આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસની ચેઇન તોડવા માટે ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યા છે.આ પણ વાંચો - અમદાવાદમાં કોરોનાનો ભરડો: ખાનગી હૉસ્પિટલોમાં ફક્ત 143 બેડ જ ખાલી!

સુરત મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે વિતેલા 24 કલાકમાં સુરત શહેરમાં કોરોના વાયરસના 217 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. ત્યારબાદ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વિતેલા 16 કલાકમાં નવા 116 કોરોના પોઝિટિવ દર્દી નોધાયા છે. આ સાથે સુરત શહેરમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 30702 નોંધાઈ છે. ગઇ કાલે 1 કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 761 થયો છે. જ્યારે કુલ પોઝિટિવ દર્દી પૈકી 28,750 દર્દીઓ અત્યાર સુધી સાજા થયા છે.

સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગઇ કાલે સુરત જિલ્લામાં 53 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા. જ્યારે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોના પોઝિટિવના નવા 54 દર્દી નોંધાયા છે. સુરત જિલ્લામાં આ સાથે કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 11144 નોંધાઈ છે. 281 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે 10,402 દર્દીઓ સાજા થયા છે.
Published by:Ashish Goyal
First published:November 24, 2020, 15:16 pm

टॉप स्टोरीज