સુરતઃ સગાઈ ફોક થયા બાદ યુવકે યુવતીના ઘરમાં ઘૂસી આચર્યું દુષ્કર્મ

sanjay kachot
Updated: December 14, 2018, 4:19 PM IST
સુરતઃ સગાઈ ફોક થયા બાદ યુવકે યુવતીના ઘરમાં ઘૂસી આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

આ કેસમાં અમરોલી પોલીસે સલાબતપુરામાં રહેતા શાહરુખ ખાન વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની તાપસ હાથ ધરી છે

  • Share this:
કીર્તેશ પટેલ, સુરત, ન્યૂઝ18 ગુજરાતી :

સુરત શહેર છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા ગુનાઓને કારણે ચર્ચામાં રહે છે. સ્વાભાવિક છે જ્યાં રોજગારીની તકો, વ્યવસાયો, ઉદ્યોગો હોય ત્યાં શહેરીકરણ, સ્થળાંતર અને સામાજિક જીવનને સ્પર્શતા ગુનાઓ પણ વધે !

ખાસ કરીને સ્ત્રીઓ સાથે દુષ્કર્મ, નાની અને કિશોરવયની બાળકી ઉપર અત્યારચાર, પ્રેમ સંબંધોમાં ખટરાગ કે એક તરફી પ્રેમ કે સોશ્યિલ મીડિયા દ્વારા મહિલા સાથેના ગુણોનું પ્રમાણ સુરતમાં છાશવારે બની રહ્યા છે.

આ પ્રકારની જ એક ઘટના આજે સુરતના અમરોલી વિસ્તારમાં નોંધાઈ છે. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, એક મુસ્લિમ યુવતીનું સગપણ સલાબતપુરામાં રહેતા શાહરૂખખાન સાથે થયું હતું. કેટલાક કરણોવશ આ સંબંધ લાંબો ચાલી શક્યો નહિ અને યુવતીના પરિવાર દ્વારા આ સગપણ ફોક જાહેર કરવામાં આવ્યું

આ સગાઇ તૂટ્યા બાદ શાહરૂખે યુવતીના ઘુસી જઈને યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતા સમગ્ર મામલો હવે પોલીસે મથકે પહોંચ્યો છે. આ કેસમાં અમરોલી પોલીસે સલાબતપુરામાં રહેતા શાહરુખ ખાન વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની તાપસ હાથ ધરી છે
First published: December 14, 2018, 1:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading