સુરત : વરાછાના સિનિયર ક્લાર્કે પત્ની બ્રેઇનડેડ જાહેર થતાં પાંચ અંગોનું દાન કર્યુ

News18 Gujarati
Updated: September 23, 2019, 6:57 PM IST
સુરત : વરાછાના સિનિયર ક્લાર્કે પત્ની બ્રેઇનડેડ જાહેર થતાં પાંચ અંગોનું દાન કર્યુ
સોનલ મોદીના અંગથી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન (SMC)ના વરાછા ઝોનમાં (Varacha Zone)માં કામ કરતાં સિનિયર ક્લાર્કે માનવતાનું ઉત્તમ ઉદાહારણ પુરૂં પાડ્યું.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : દિવસે દિવસે સામાન્ય લોકોમાં અંગદાનની જાગૃતિ વધી રહી છે ત્યારે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના વરાછા ઝોનમાં ફરજ બજાવતાં સિનિયર ક્લાર્કની પત્ની બ્રેઈનડૅડ જાહેર થતાં તેમની કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન વરાછા ઝોનમાં RTI વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાજેશ મોદીએ તેમના પત્ની સોનલબેન બ્રેઇનડૅડ જાહેર થયાં હતાં. બે દીકરીની માતા સોનલ રાજેશકુમાર મોદીને મે મહિનામાં શારીરિક તકલીફ લાગતાં ડૉ.પાર્થિવ દેસાઈએ તેમને એમ.આર.આઈ. કરાવવાની સલાહ આપી હતી.

MRI રીપોર્ટમાં મગજમાં લોહીનો ફૂગ્ગો (brain aneurysm) હોવાનું નિદાન થયું હતું. દરમિયાન પરિવારજનોએ સુરતના જુદા-જુદા ડૉકટરોને રીપોર્ટ બતાવતાં તબીબે ઑપરેશન કરાવવાની સલાહ આપી હતી. આથી 3 સપ્ટેમ્બરના રોજ પરિવારજનો એ સોનલબેનને ઑપરેશન માટે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કર્યા. 5 સપ્ટેમ્બરના રોજ ડૉ.મિલિન્દ સાખી તેમજ ડૉ.ઉદય લીમાયાએ સોનલ મોદીના મગજના પાછળનાં ભાગના દબાણને દુર કરવા માટેનું ઑપરેશન કર્યું હતું, ત્યારબાદ 11 અને 14 સપ્ટેમ્બરના રોજ મગજમાં લોહીનો પ્રવાહ બદલવા માટે સ્ટૅન્ટ મુકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતના ધારાસભ્યનું ટ્વીટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વીટ કર્યુ

દરમિયાન સોનલ મોદીની તબિયતમાં સુધારો થયો હોવાના લીધે 19 સપ્ટેમ્બરના રોજ હૉસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી. 20 સપ્ટેમ્બરના રોજ તબિયત ફરીથી બગડી એટલે પરિવારજનોએ તેમને સવારે છ વાગ્યે સુરતની મહાવીર ટ્રૉમા હૉસ્પિટલમાં દાખલ કર્યા. ફરજ પરના તબીબ ડૉ.આશિત દેસાઈએ સારવાર કરી મગજમાં ભરાયેલું પાણી દુર. રવિવારે તા.22 સપ્ટેમ્બરના રોજ ડૉ.રવિ વૈત્યાની, ડૉ.હાર્દિક પટેલ, ડૉ.માણેક અસાવા અને ડૉ. કિશોર વૈધે સોનલ મોદીને બ્રેઇનડૅડ જાહેર કર્યા હતા. સોનલ મોદીનાભાઈ જયેશભાઈએ ડૉનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરી સોનલબેનના બ્રેઇનડૅડ હોવા અંગેની જાણકારી આપી હતી.

દરમિયાન અંગદાન માટે કામ કરતી સંસ્થા ડૉનેટ લાઈફની ટીમે હૉસ્પિટલ પહોંચી સોનલબેનના પતિ રાજેશભાઈ, દિયર પીન્કલભાઈ, ભાઈ જયેશભાઈ, પુત્રીઓ ક્રિષ્ના અને પૂજા તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું હતું. સોનલબેનના પતિ રાજેશભાઈએ જણાવ્યું કે તેમની પત્નીનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેના અંગો બળીને રાખ થઇ જાય તેના કરતા અંગોના દાન થકી કોઈને નવજીવન આપવા માંગે છે.આ પણ વાંચો :  નીતિન પટેલનો પાકિસ્તાન પર પ્રહાર, 'નાના મચ્છરો અને જીવાતને મારવાની બાકી છે'

સોનલબેનના પાચ અંગો પૈકી તેમની કિડની અને લિવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.સુરેશ કુમાર અને તેમની ટીમે આવી સ્વીકાર્યું હતું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબૅન્કે સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી કિડની પૈકી એક કિડની બિહારના રહેવાસી ડૉ.ઉપેન્દ્રનાથ જી.પી ઠાકુર ઉ.વ. 67 અને બીજી કિડની વડોદરાના રહેવાસી મમતાબેન સંદીપભાઈ વર્મા ઉ.વ. 38ને કરાયું છે. જયારે અમદાવાદના રહેવાસી પ્રણવભાઈ કૌશિકરાય વોરા ઉ. વ. 47ને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડૉ. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

 

 
First published: September 23, 2019, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading