Home /News /gujarat /

જમ્મુ કાશ્મીરમાં થયેલા ગોઝારા અકસ્માતમાં સુરતના ટુર સંચાલકનું મોત, બે બાળકો બન્યા નિરાધાર

જમ્મુ કાશ્મીરમાં થયેલા ગોઝારા અકસ્માતમાં સુરતના ટુર સંચાલકનું મોત, બે બાળકો બન્યા નિરાધાર

Gujarat latest news: ગત મોડી રાત્રે આ દુર્ઘટના બની હોવાની માહિતી શ્રીનગરની સ્થાનિક પોલીસે આપી હતી. શ્રીનગર પોલીસે અંકિતના મોબાઈલ પર છેલ્લા ડાયલ કોલ પર ફોન કર્યો હતો. અંકિતના ભાઈ અને પિતા દિલ્હી જવા રવાના થયા છે.

Gujarat latest news: ગત મોડી રાત્રે આ દુર્ઘટના બની હોવાની માહિતી શ્રીનગરની સ્થાનિક પોલીસે આપી હતી. શ્રીનગર પોલીસે અંકિતના મોબાઈલ પર છેલ્લા ડાયલ કોલ પર ફોન કર્યો હતો. અંકિતના ભાઈ અને પિતા દિલ્હી જવા રવાના થયા છે.

સુરત: જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir accident) સોનમાર્ગમાં બુધવારની મોડી રાતે થયેસલા ગોઝારા અકસ્માતમાં (road accident in Jammu Kashmir) 9 પર્યટકોના મોત થયા છે. સોનમાર્ગમાં સુરત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા પર્યટકો તથા સ્થાનિકોની કારને અકસ્માત નડ્યો છે. હાલ ઇજાગ્રસ્તને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. આ અકસ્માતમાં સુરતના (Surat man death in car accident) એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. સુરતના 36 વર્ષના અંકિત દિલીપકુમાર સંઘવીનું મોત નીપજ્યુ છે. આ સમાચાર મળતાની સાથે જ અંકિતના પરિવારમાં જાણે દુખનો પહાડ તૂટી પડ્યો છે.

આ પણ વાંચો: Video: આ આદિવાસી મહિલા જાતે જ બનાવે જડીબુટ્ટીઓમાંથી કેસ તેલ, છેક અમેરિકામાંથી આવે છે ઓર્ડર

પરિવારમાં પત્ની અને બે બાળકો

મૃતક અંકિતના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. અંકિતના માતા પિતા સહિત પરિવારમાં એક બહેન અને ભાઈ પણ છે. 36 વર્ષીય અંકિત સંઘવી પોતે ટુર સંચાલક હોવાની માહિતી સામે આવી છે. શ્રીનગર પોલીસે અંકિતના મોબાઈલ પર છેલ્લા ડાયલ કોલ પર ફોન કર્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં મૃતકોમાં ત્રણ ઝારખંડના, એક સુરતનો અને એક પંજાબનો તથા બાકીના બધા જમ્મુ અને કાશ્મીરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. કારગિલથી શ્રીનગર તરફ જતી ટવેરા ગાડી  શ્રીનગર-લેહ હાઇવે પર ઝોજિલા પાસ પાસે 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગોઝારા અકસ્માતમાં નવ લોકોનાં મોત થયાં હતાં.

અકસ્માત બાદ કારની હાલત


મૃતકના ભાઇ અને પિતા દિલ્હી જવા રવાના

સોનમર્ગ પોલીસ, બીકન અને ટ્રાફિક પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 36 વર્ષીય અંકિત સંઘવી પોતે ટુર સંચાલક હોવાની માહિતી સાંપડી છે.

અકસ્માત દરમ્યાન તે અન્ય લોકોની ગાડીમાં બેઠો હતો. ગત મોડી રાત્રે આ દુર્ઘટના બની હોવાની માહિતી શ્રીનગર ની સ્થાનિક પોલીસે આપી હતી.
શ્રીનગર પોલીસે અંકિતના મોબાઈલ પર છેલ્લા ડાયલ કોલ પર ફોન કર્યો હતો.
અંકિતના ભાઈ અને પિતા દિલ્હી જવા રવાના થયા છે.

કાનૂની તબીબી ઔપચારિકતાઓ પછી મૃતદેહને પરિવારને સોંપાશે

શ્રીનગર પોલીસના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે, કાનૂની તબીબી ઔપચારિકતાઓ પછી મૃતદેહોને સંબંધિત સ્થળોએ મોકલવામાં આવશે. આ અંગે સ્થાનિક પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અકસ્માત, ગુજરાત, સુરત

આગામી સમાચાર