Home /News /gujarat /સુરત શાળાના આચાર્યના રાજીનામા બાદ સર્જાયેલા વિવાદ અંગે ટ્રસ્ટીઓેએ કર્યો મોટો ખુલાસો

સુરત શાળાના આચાર્યના રાજીનામા બાદ સર્જાયેલા વિવાદ અંગે ટ્રસ્ટીઓેએ કર્યો મોટો ખુલાસો

લોકમાન્ય વિદ્યાલયના ટ્રસ્ટી

Surat news: આ મુદ્દાને લઈને ટ્રસ્ટીઓ દ્વારા કેટલાક મહત્વના ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલ જીગ્નેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા છે.

સુરત: શહેરના (Surat) રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય વિદ્યાલયમાં ફાઉન્ડેશન કોર્સને (foundation course) લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વાલીઓએ અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા કે, પ્રિન્સિપાલ પાસેથી રાજીનામું લખાવી લેવામાં આવ્યું હતું. આ મુદ્દાને લઈને ટ્રસ્ટીઓ દ્વારા કેટલાક મહત્વના ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલ જીગ્નેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને ગેર માર્ગે દોર્યા છે.

જીગ્નેશ પટેલ દ્વારા એન્ટી કેન્વાસિંગ કરાયું હોવાનું ટ્રસ્ટીઓ દ્વારા કહેવાયું હતું. વિદ્યાર્થીઓને ગેર માર્ગે દોર્યા હોવાની કબૂલાત કરી હતી.જે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે સ્વૈચ્છિક રીતે સ્વીકાર્યું કે, અમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. ચેતન પટેલ બીએ ટીચર, મેહુલ પટેલ- અર્થશાસ્ત્ર ટીચર, મોન્ટુ પટેલ- ક્લાર્ક વિદ્યાર્થીઓને દોર્યા ગેર માર્ગે હોવાની કબૂલાત કરી હતી.

શાળા દ્વારા ઓડિયો સાથેના સીસીટીવી પુરાવા આપવામાં આવ્યા છે. જીગ્નેશ પાસે ખુલાસો માંગતા તેમને ભૂલ સ્વીકારી હતી. બાળકોના ભવિષ્ય માટે શરૂ કરાયેલા JEEના ફાઉન્ડેશનના પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા હતા. જોકે શાળાના આચાર્ય સાથે શિક્ષકોએ પોતાના સ્વાર્થ માટે જે વિદ્યાર્થીઓને ઉશ્કેરી રહ્યા હતા

આ પણ વાંચો - તાપી: તાલુકા પંચાયતની ઓફિસમાં પત્નીને સળગાવીને શિક્ષક પતિએ પણ આગચાંપીને કર્યો આપઘાતઆ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. સમગ્ર સંચાલકો દ્વારા શિક્ષકોની પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવતા શિક્ષકોએ લેખિતમાં ખુલાસો પણ આ મામલે આપ્યો હતો અને સારા સંચાલકોએ સારા હિતમાં નિર્ણય લીધો હતો પણ જે રીતે વિદ્યાર્થીઓ અને એના વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો તેને લઈને આ મામલો બિચકે હવે જે સામે આવી અને આ સમગ્ર મામલે ખુલાસા કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આ મામલે હવે કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે શાળાના શિક્ષકોના રાજીનામા લીધા બાદ હંગામો મચ્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, સુરત