સુરતઃનવીનોટોમાં રૂ.1.20લાખની લાંચ માગી, કેમેરો જોઇ સંતાડ્યું મોઢું

News18 Gujarati | Pradesh18
Updated: December 21, 2016, 3:56 PM IST
સુરતઃનવીનોટોમાં રૂ.1.20લાખની લાંચ માગી, કેમેરો જોઇ સંતાડ્યું મોઢું
સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમા માર્શલની નોકરી અપાવવાની વાત કરી રુપિયા 1.20 લાખની લાંચ લેતા કલાસ-3નો ડ્રાઇવર એસીબીના હાથે ઝડપાયો ગયો હતો. નવી ચલણી નોટમાં લાંચનો કેસ સુરત એસીબી દ્વારા પ્રથમ વખત કરવામાં આવ્યો છે. લાંચીયાએ કેમેરો જોઇને શરમના માર્યા પોતાનું મોઢું સંતાડ્યું હતું.

  • Pradesh18
  • Last Updated: December 21, 2016, 3:56 PM IST
  • Share this:
સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમા માર્શલની નોકરી અપાવવાની વાત કરી રુપિયા 1.20 લાખની લાંચ લેતા કલાસ-3નો ડ્રાઇવર એસીબીના હાથે ઝડપાયો ગયો હતો. નવી ચલણી નોટમાં લાંચનો કેસ સુરત એસીબી દ્વારા પ્રથમ વખત કરવામાં આવ્યો છે. લાંચીયાએ કેમેરો જોઇને શરમના માર્યા પોતાનું મોઢું સંતાડ્યું હતું.

બીલીમોરા તાલુકાના આંતલિયા ગામનો વતની સુરત મહાનગરપાલિકામા ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. દિલિપ હાલ ઉઘના ઝોનમા જેસીબી ડ્રાઇવર તરીકે કામ કરે છે. ગત વર્ષે દિલિપભાઇનો પરિચય એક વિધવા મહિલા સાથે થયો હતો. આ વિધવા મહિલાના પુત્રએ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડિપાર્ટમેન્ટમા માર્શલની ભરતીમા અરજી કરી હતી.. જેમા નોકરી મળે તે માટે વિધવા મહિલાએ દિલિપભાઇને વાત કરીહતી. જેથી દિલિપભાઇએ માર્શલમા નોકરી અપાવવા માટે સાહેબને રુપિયા બે લાખ આપવાની વાત કરી હતી. લાચાર વિધવા મહિલાએ આ વાત સ્વીકારી હતી અને ગત ઓગસ્ટમાસમા જ્યારે માર્શલની પોસ્ટના ઇન્ટરવ્યુ થયા હતા ત્યારે વિધવા મહિલાએ રુપિયા એક લાખ દિલિપભાઇને આપ્યા હતા. ઇન્ટરવ્યુમા સારો દેખાવ કરવાને લઇને વિધવાના પુત્રને નોકરી મળી ગઇ હતી.

જો કે પાછળથી વિધવા મહિલાને જાણ થઇ હતી કે નોકરી લાગવા પાછળ કોઇની ભલામણ ન હતી. તેણીએ આ અંગે દિલિપભાઇને વાત કરતા, દિલિપભાઇએ પોતે રુ બે લાખ સાહેબને આપી દીધા હોવાનુ કહી બાકીના રુપિયા એક લાખની ઉઘરાણી શરુ કરી હતી. અવારનવાર દિલિપભાઇ વિધવા મહિલાને ફોન કરી પોતાની પૈસાની માંગણી કરતો હતો અને એ પણ પાચ ટકાના વ્યાજ સાથે રુપિયા 1.20 લાખની માંગણી કરતો હતો. જેથી વિધવા મહિલાએ આ અંગે એસીબીને જાણ કરી હતી. એસીબીએ સચીન મેઇન રોડ પર ટ્રેપ ગોઠવીને દિલિપભાઇને લાંચના પૈસા લેવા આવવા માટે જણાવ્યુ હતુ.

દરમિયાન વિધવા મહિલાના હાથે રુપિયા 1.20 લાખની લાંચ લેતા દિલિપભાઇને એસીબીએ રંગેહાથે ઝડપી પાડયા હતા. લાચની રકમમાં રુપિયા બે હજારની નવી ચલણી નોટ પણ હતી, આ નવી ચલણી નોટમા લાંચનો પ્રથમ કેસ સુરત એસીબીએ ટ્રેપ કર્યો હતો.
First published: December 21, 2016, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading