સુરત: બીઆરસી કમ્પાઉન્ડના ખંડેર બિલ્ડિંગમાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર

સુરત: બીઆરસી કમ્પાઉન્ડના ખંડેર બિલ્ડિંગમાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર
પ્રતિકાત્મક તસવીર

આરોપી તાજેતરમાં જ દુષ્કર્મના ગુનામાં પેરોલ પર છુટ્યો છે

  • Share this:
સુરત : ઉધનામાં ઘરની બહાર ઓટલા ઉપર બેસેલા કિશોરને મોપેટ ઉપર આવેલા મિત્રના પરિચિત અધોરી નામના યુવકે પોલીસ સ્ટેશનમાં મળવા જવાનુ છે તેમ કહી કિશોરનું અપહરણ કરી બી.આર.સી કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બિલ્ડિંગમાં લઈ ગયો હતો. ત્યાં કિશોર સાથે બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૂત્યુ કર્યું હતું અને ત્યારબાદ ઘર નજીક આવેલી સ્કૂલ પાસે અંધારામાં ઉતારી નાસી ગયો હતો. કિશોરે વિરોધ કરતા અધોરીએ નજીકમાં પડેલી દારૂ બોટલથી મારી નાંખવાની ધમકી આપી હતી. અધોરી તાજેતરમાં જ દુષ્કર્મના ગુનામાં પેરોલ પર છુટ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં રહેતી 35 વર્ષીય ત્યકતા મહિલા સચિન જીઆઈડીસીમાં આવેલી કંપનીમા નોકરી કરી તેના બે સંતાનોનું ભરણપોષણ કરે છે. ગત તા 7મીના સોમવારે રાત્રે તેના બંને છોકરાઓ ઘરની બહાર ઓટલા ઉપર મિત્રો સાથે બેઠા હતા. તે વખતે લાલ કલરની એક્સેસ મોપેટ ઉપર ત્રણ અજાણ્યાઓ તેની પાસે આવ્યા હતા. અધોરીએ તેને પોલીસ સ્ટેશનમાં મળવા જવાનુ છે તો તેની સાથે કોઈ ચાલો કહ્યું હતું. પહેલા બે મિત્રો તૈયાર થતા અધોરીએ તમે બધા મોટા છો. પોલીસ સ્ટેશનમાં તમને મારશે તેવું કહી ના પાડી હતી. તેની સાથે નાના છોકરાને લઈ જવાનું કહી મહિલાના 12 વર્ષ 8 માસના છોકરાને હાથ પકડી મોપેટ ઉપર બેસાડી લઈ ગયો હતો.આ પણ વાંચો - કઇ રીતે બીજા વિશ્વ યુદ્ધમાં લાપતા થયેલા પોતાના સૈનિકોને ભારતમાં શોધી રહ્યું છે અમેરિકા?

અધોરીએ ગાડી સીધી બી.આર.સી. કમ્પાઉન્ડ તરફ અંધારામાં લઈ ગયો હતો. ત્યાં મોપેટ ઉભી રાખી કિશોરનો હાથ પકડી ખંડેર બિલ્ડિંગમાં લઈ જઈ તેના કપડા કાઢવા લાગતા કિશોરે વિરોધ કર્યો હતો. તો અધોરીએ નજીકમાં પડેલ દારૂની બોટલથી મારી નાંખીશ તેવી ધમકી આપી જબરજસ્તી સૃષ્ટિ વિરૂદ્ધનું કૂત્યુ કયું હતું. ત્યારબાદ કિશોરના વાળ ખેચી મારમાર્યો હતો અને કોઈને તું કહીશ તો પણ મારી નાંખીશ તેવી ધમકી આપી મોપેટ પર બેસાડી ઘર નજીક આવેલ સ્કૂલ પાસે ઉતારી દીધો હતો.

કિશોર રડતો રડતો તેના ઘરે જઈને તેની માતાને હકીકત કહેતા તેના પગ તળે જમીન ખસી ગઈ હતી, મહિલાએ પુત્રને લઈને ઘર નજીક ઓટલા ઉપર બેસેલા અધોરીને કહેવા જતા તો તેની સાથે ગાળાગાળી કરી ભાગી ગયો હતો. બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદ લઈ અધોરી નામના યુવક સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:June 09, 2021, 16:40 pm

ટૉપ ન્યૂઝ