સુરત : પુણામાં બે મિત્રોનું કારસ્તાન, લગ્નની લાલચ આપી બે સગી બહેનોનું અપહરણ

સુરત : પુણામાં બે મિત્રોનું કારસ્તાન, લગ્નની લાલચ આપી બે સગી બહેનોનું અપહરણ
બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

પરિવારજનોએ શોધખોળ કરતા ખબર પડી કે તેમની જ સોસાયટીમાં રહેતા મૂળ રાજસ્થાનના બધેસરના દશરથ કૈલાશભાઇ ખટીક અને સુરજ મદનભાઇ ખટીક દીકરીઓને લગ્નની લાલચ આપી ભગાડી ગયા છે

  • Share this:
સુરત : પુણાગામ વિસ્તારમાં આવેલ સીતારામ સોસાયટીમાં રહેતી બે બહેનોને તેની જ સોસાયટીમાં બે મિત્રોએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બે ત્રણ દિવસ અગાઉ ભગાડી જતા આખરે મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ભગાડી જવાની સતત ઘટના સમયે આવી રહી છે. વધુ એક આવી ઘટના સામે આવી છે. જેમાં બે યુવાનો બે બહેનોને લગ્નની લાલચ આપીને તેમનું અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે.આ પણ વાંચો - સુરત: બીઆરસી કમ્પાઉન્ડના ખંડેર બિલ્ડિંગમાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર

સુરત પુણાગામ અર્ચના સ્કૂલ પાસે આવેલ સીતારામ સોસાયટીમાં રહેતી 16 વર્ષ અને19 વર્ષની બંને બહેનો ગત તા. 7મીના રોજ સવારે દસ વાગ્યાના અરસામાં અચાનક જ ઘરેથી ક્યાંક ચાલી ગઇ હતી. પરિવારજનોએ શોધખોળ કરતા ખબર પડી કે તેમની જ સોસાયટીમાં રહેતા મૂળ રાજસ્થાનના બધેસરના દશરથ કૈલાશભાઇ ખટીક અને સુરજ મદનભાઇ ખટીક દીકરીઓને લગ્નની લાલચ આપી ભગાડી ગયા છે. જેથી આખરે આ મામલે દીકરીના પિતાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

પુણા પોલીસે બંને દીકરીઓ પૈકી એકની ઉંમર નાની હોવાના કારણે બંને ઇસમો સામે અપહરણનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે આ બંને યુવાનના પરિવારની પૂછપરછ કરી રહી છે. આવી સતત ઘટના શ્રમિક વિસ્તારમાં સૌથી વધુ બની રહી છે ત્યારે આ મામલે પોલીસે તપાસ રાજસ્થાન સુધી પણ લંબાવી છે.
Published by:Ashish Goyal
First published:June 10, 2021, 15:31 pm

ટૉપ ન્યૂઝ