સુરત : પરિણીતાને 20 વર્ષના FB ફ્રેન્ડે ધમકાવી, 'તારી જિંદગી અને મોત મારા હાથમાં'

News18 Gujarati
Updated: August 29, 2019, 8:16 AM IST
સુરત : પરિણીતાને 20 વર્ષના FB ફ્રેન્ડે ધમકાવી, 'તારી જિંદગી અને મોત મારા હાથમાં'
પ્રતિકાત્મક તસવીર

પરિણીતાને 20 વર્ષના FB ફ્રેન્ડ સાથે મરજીથી શારીરિક સબંધો બંધાયા, પરિણીતા કામની વ્યસ્તતતાને લીધે લાંબા સમય સુધી ન મળી તો પતિને જઈ જાણ કરી દીધી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ફેસબુક એવું માધ્યમ છે જેના દ્વારા સોશિયલ નેટવર્કિંગની સાથે સાથે ક્યારેક અનિચ્છીત સબંધો બંધાઈ જતાં હોય છે. સુરતમાં એક પરિણીતાને 20 વર્ષના યુવક સાથે ફ્રેન્ડશીપ કરવી ભારે પડી છે. FB પર ફ્રેન્ડશીપ થયા બાદ બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા જોકે, કામની વ્યસ્તતા વચ્ચે પરિણીતા યુવકને લાંબા સમય સુધી મળી ન શકતાં ઉશ્કેરાયેલા લબરમૂછિયાએ પરિણીતાના પતિને જઈને જાણ કરી દીધી હતી. યુવકે પરિણીતાને ધમકી આપી હતી કે તારી જીંદગી અને મોત મારા હાથમાં, તું મારા રિમોટ કંટ્રોલનું રમકડું છે' આ મામલે પરિણીતાની ફરિયાદના આધારે યુવકની ધરપકડ થઈ હોવાના અહેવાલો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ સૌરાષ્ટ્રની વતની 41 વર્ષીય પરિણીતા શહેરના ડુંભાલ વિસ્તારમાં રહે છે અને બે સગીર સંતાનોની માતા છે. પરિણીતાનો પતિ વરાછામાં દુકાન ધરાવે છે. દરમિયાન આશરે સાતેક મહિના પહેલાં પરિણીતાનને ફેસબુક પર વરાછામાં રહેતા 20 વર્ષીય રાજન મનુ ગજેરાએ એફ.બી.માં મિત્રતાની વિનંતી મોકલી હતી. આવી રીતે બંને વચ્ચે સંબંધ કેળવાયો. બંને અવારનવાર મળતાં અને તેમની વચ્ચે મરજીથી શારીરિક સંબંધ પણ બંધાયો હતો.

આ પણ વાંચો :  સુરતઃ 56 વર્ષીય વૃદ્ધે બે બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું, રંગેહાથે ઝડપાયો

જોકે, કામકાજના કારણે પરિણીતા રાજનને સમય આપી શકતી નહોતી, જેના લીધે ઉશ્કેરાયેલો લબરમૂછિયો રાજન તેને ધમકાવતો હતો. દરમિયાન પરિણીતાએ રાજન સાથે મિત્રતા રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા રાજને પરિણીતાના ઘરે પહોંચી અને તેના પતિને મિત્રતાની જાણ કરી દીધી હતી.

તારી જીંદગી અને મોત મારા હાથમાં છેઃ રાજન
પરિણીતાએ મિત્રતા રાખવાની ના પડતા અકળાયેલો રાજન પખવાડીયા પહેલા તેના ઘરે પહોંચી ગયો હતો અને તેના પતિને તેમની વચ્ચેની મિત્રતા અંગે જાણ કરી દીધી હતી. ત્યારબાદ પરિણીતા રાજનને મળવા ગઈ ત્યારે તેણે ધમકી આપી હતી કે, તું મારા રિમોટ કંટ્રોલનું રમકડું છે, હું તને જે કહું તે તારે કરવું પડશે અને નહીં કરે તો તારા પરિવારનું શું થશે તે જોઈ લેજે અને તારી જિંદગી અને મોત મારા હાથમાં છે. ત્યારબાદ રાજન પરિણીતાની દુકાને પણ આવ્યો હતો અને ધમકી આપી હતી કે જો તે મિત્રતા નહીં રાખે તો પરિવારને નુકસાન પહોંચાડશે.
First published: August 29, 2019
વધુ વાંચો
अगली ख़बर