Home /News /gujarat /

સુરતમાં જવેલર્સનું કરોડોમાં ઉઠમણું, 13 સોની વેપારીને નવડાવ્યા!

સુરતમાં જવેલર્સનું કરોડોમાં ઉઠમણું, 13 સોની વેપારીને નવડાવ્યા!

સુરતઃસુરતના કાપોદ્રા વિસ્તારમાં એક જવેલર્સે દિવાળી બાદ ઉઠમણાં ના ફટાકડા ફોડયા છે,કાપોદ્રા વિસ્તારમાં ખોડિયાર જ્વેલર્સના માલિકે અન્ય 13 જેટલા સોની વેપારીઓ પાસેથી 1 કરોડ 47 લાખના દાગીનાની ખરીદી કરી તેમને ચુકવણું ન કરી ઉઠમણું કર્યું છે. આ મામલે કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી આરોપી જ્વેલર્સ ની તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃસુરતના કાપોદ્રા વિસ્તારમાં એક જવેલર્સે દિવાળી બાદ ઉઠમણાં ના ફટાકડા ફોડયા છે,કાપોદ્રા વિસ્તારમાં ખોડિયાર જ્વેલર્સના માલિકે અન્ય 13 જેટલા સોની વેપારીઓ પાસેથી 1 કરોડ 47 લાખના દાગીનાની ખરીદી કરી તેમને ચુકવણું ન કરી ઉઠમણું કર્યું છે. આ મામલે કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી આરોપી જ્વેલર્સ ની તપાસ હાથ ધરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તાર માં ઉઠમણાં નું ભૂત ફરી ધુણ્યું છે,આ વખતે હીરા ઉદ્યોગ કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં નહિ પરંતુ સોની એ 1 કરોડ 47 લાખનું ઉઠમણું કર્યું છે, જેને લઇને ભોગ બનનાર હાલ દોડતા થયા છે. તો ચાલો અમે તમને જણાવી દઇએ કે કઇ રીતે આ ઠગબાજ વેપારીએ લોકોને નવડાવ્ય :s.સુરતના કાપોદ્રા વિસ્તારમા ભૌતિક ડોબરિયા છેલ્લા કેટલાક સમયથી જવેલર્સની દુકાન ચલાવતો હતો. શરુઆતમા તેને વેપારીઓ પાસેથી માલ ખરીદી સમયસર પેમેન્ટ ચુકવી દેતો હતો. જેને લઇને વેપારીઓ તેમના પર આંધળો વિશ્વાસ કરવા લાગ્યા હતા.

જો કે આ જ આંધળા વિશ્વાસનો લાભ ઉઠાવીને ભૌતિકે વેપારીઓને છેતરવાનો પ્લાન ઘડી કાઢયો હતો. ભૌતિકે ધનતેરસના આગલા દિવસે 13 જેટલા વેપારીઓ પાસેથી રુ 1 કરોડ 47 લાખના દાગીનાની ખરીદી કરી હતી અને આ પેમેન્ટ બીજે દિવસે એટલે કે કાળી ચૌધશના દિવસે લઇ જવા માટે જણાવ્યુ હતુ. જો કે બીજે દિવસે જ્યારે વેપારીઓ દુકાન પર પહોંચ્યા ત્યારે કઇક અલગ જ ચિત્ર જોવા મળ્યુ હતુ. કારણ કે ભૌતિક દુકાનને તાળુ મારી ભાગી છૂટયો હતો. આસપાસના સ્થાનિકોને પુછપરછ કરતા ભૌતિક ધનતેરસની રાત્રે દુકાનબંધ કર્યા પછી પરત દુકાને નથી આવ્યો હોવાની માહિતી મળી હતી. જેથી વેપારીઓએ ભૌતિકના મોબાઇલ પર સંપર્ક કરતા તે પણ સ્વીચ ઓફ આવતા વેપારીઓના પગ તળિયેથી જમીન સરકી પડી હતી.
First published:

Tags: ઉઠમણું, ગુનો, જવેલર્સ, વેપાર, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन