સુરત : 13 વર્ષનાં લગ્ન જીવન બાદ પતિએ ચપ્પુનાં ઉપરાછાપરી ઘા ઝીંકી પત્નીની હત્યા કરી

News18 Gujarati
Updated: June 20, 2019, 1:39 PM IST
સુરત : 13 વર્ષનાં લગ્ન જીવન બાદ પતિએ ચપ્પુનાં ઉપરાછાપરી ઘા ઝીંકી પત્નીની હત્યા કરી
આરોપી પતિ સંજયે 5 વર્ષ પહેલાં પણ પત્નિના હાથ પર ચપ્પુના ઘા માર્યા હતાં.

સુરતના રાંદેરની એવરગ્રીન સોસાયટીમાં બાળકોની નજર સામે પતિએ પત્નીને ચપ્પુના ઘા મારી પતાવી દીધી હતી

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : રાંદેરની એવરગ્રીન સોસાયટીમાં બાળકોની નજર સામે પતિએ પત્નીને ચપ્પુના ઘા મારી પતાવી દીધી હતી. પ્રેમ લગ્નના 13 વર્ષ બાદ ઘર કંકાસમાં સંજયએ પત્ની અલ્પાની હત્યા કરી ભાગી ગયો હતો. બાળકોની ચીચયારીઓથી પડોશીઓ ભેગા થઈ જતા તાત્કાલિક પોલીસ અને અલ્પાના ભાઈને જાણ કરાઈ હતી. છેલ્લા એક મહિનાથી સંજયની મારજૂડથી કંટાળી અલ્પા બાળકો સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. પત્નીના ગળા અને જાંઘ સહિત શરીર પર ચપ્પુના ઘા મારનાર સંજય રત્નકલાકાર અને એક મહિનાથી બેકાર હોવાનું જાણવા મળ્યું છે.

પાંચ વર્ષ અગાઉ પણ હુમલો કરેલો

પાલનપુર જકાત નાકા એવરગ્રીન સોસાયટી રહેતા અલ્પાબેન સંજય ભાઈ ડોબરે (ઉ.વ.આ.30) મૂળ મહારાષ્ટ્રીયન છે. અલ્પા એમ્બ્રોઈડરીનું કામ કરતી હતી. પતિ રત્ન કલાકાર અને એકાદ મહિનાથી બેકાર હતો. લગ્ન જીવનથી તેમને બે સંતાનો છે. જેમાં મોટો દીકરો 12 વર્ષનો અને નાનો પાંચ વર્ષનો છે. 22 મેં 2019થી પતિના ત્રાસથી અલ્પા અલગ રહેતી હતી.ઘર કંકાસ અને દારૂની કુટેવ વાળા સંજયે 5 વર્ષ પહેલાં પણ હાથ પર ચપ્પુના ઘા માર્યા હતાં.

આ પણ વાંચો : જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

પહેલા હુમલા બાદ અલ્પા જીવ બચાવી ભાગી

અલ્પા અને સંજય વચ્ચે ઝઘડાઓના કારણે તેણી અલગ રહેવા ગયા બાદ છુટા છેડા માટેની તૈયારી ચાલતી હતી.અલપા ભાડાના મકાનમાં રહેતી હતી બાળકો સાથે પિયર એટલે કે ભાઈ રવિના ઘર પાસે જતી રહી હતી. સંજયે બીજા માળે હોલમાં પહેલો હુમલો કરી ગળું કાપ્યું હતું.ત્યારબાદ જીવ બચાવી ને ભાગેલી અલ્પાને બીજા માળની ગેલેરીમાં પગમાં ચપ્પુ ઘૂસાડી પતિ ફરાર થઈ ગયો હતો. બાળોકની ચિચયારીથી પાડોશીઓ દોડી આવ્યા હતા બાદમાં પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
First published: June 20, 2019, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading