Home /News /gujarat /હાર્દિકની વાધાજનક ટિપ્પણીથી સુરતના મધ્યસ્થી પાટીદારો થયા નારાજ
હાર્દિકની વાધાજનક ટિપ્પણીથી સુરતના મધ્યસ્થી પાટીદારો થયા નારાજ
સુરતઃ ભાજપ દ્વારા પાટીદારોના ગઢમાં જ ભવ્ય સત્કાર સમારોહનું આયોજન પાટીદાર સમાજના આગેવાનોના માધ્યમથી કરાવીને સૌને ચોંકાવી દીધા છે, તો બીજી તરફ પાટીદાર સમાજ પોતાની સાથે છે તે બતાવવા માટે પાસ દ્વારા પણ સક્રિય આયોજન શરૂ કર્યુ છે. જો કેઆ તબક્કે હાર્દિકને જેલ મુક્ત કરાવવા માટે મધ્યસ્થી કરી ચુકેલા આગેવાનો હાર્દિકની વર્તુણુંકથી બારે નારાજ છે.

આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં પાટીદાર અભિવાદન સમિતિના આગેવાન કે જેઓ હાર્દિક પટેલને જેલમાંથી છોડાવવા માટે પણ મધ્યસ્થી કરી ચુક્યા છે તેવા મહેશ સવાણી અને મુકેશ પટેલે હાર્દિક પટેલ સામે સખ્ત નારાજગી વ્યક્ત કરી હતી તેની સાથે સાથે લોકોને હાર્દિક પટેલની માનસિકતા ખબર પડી ગયા સુધીની વાત કરી હતી.
પાટીદાર આગેવાનો સમાજને સાચી દિશા બતાવવા માટે ભાજપના રાસ્વી પાટીદારોનું સન્માન કરવાનું આયોજન કરી રહ્યા છે તેની સામે પાસની નારાજગી જગ જાહેર છે અને હવે પાટીદાર સમાજને સાચી દિશા બતાવવાની વાતો થઇ રહી છે ત્યારે આ મામલો આગામી દિવસોમાં ભારે વિવાદો ઉભા કરશે તે ચેક્કસ વાત છે.
હાર્દિક પટેલે જેલમાંથી મુક્ત થઇને પત્ર દ્વારા મહેશ સવાણી, મુકેશ પટેલ અને સંજય મોવલિયા સહિતના પાટીદાર આગેવાનોને આભાર માન્યો હતો અને હવે હાર્દિક પટેલ તેઓની સામે વાંધાજનક ટિપ્પણી કરી રહ્યો છે. તે અંગે પાટીદાર આગેવાન મુકેશ પટેલ પણ સખ્ત નારાજગી વ્યક્ત કરી હતી અને હાર્દિકની માનસિકતા લોકોને ખબર પડી ગયા સુધીની વાત કરી દીધી હતી.
સુરતમાં અને ખાસ કરીને મહેશ સવાણી મુકેશ પટેલ અને સંજય મોવલિયા સહિતના આગેવાનોએ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિત ભાજપના પાટીદાર ધારાસભ્યો અને પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો સન્માન સમારોહ યોજ્યો છે તેને લઇને જબરદસ્ત ઉત્તેજના જોવા મળી રહી છે તેમાં ખાસ કરીને પાટીદારોના ગઢ ગણાંતા વરાછા વિસ્તારમાં આ સત્કાર સમારોહ યોજાવાનો છે, ત્યારે પાટીદારોની છાતી ઉપર આ કાર્યક્રમ યોજી પાટીદારો ભાજપ સાથે હોવાનો મેસેજ આપવાની વાત થઇ રહી છે.
હાર્દિક પટેલે નારાજગી વ્યક્ત કરતો અને ખાસ હલકી ભાષા વાપરતો વોટ્સએપ મેસેજ કર્યો હતો તેને લઇને ભારે વિવાદ થયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર