Home /News /gujarat /સુરત: મિત્ર સાથે ચેટિંગ કરતા મામીએ પકડી પાડી અને કહ્યું, 'પ્પાને કહી દઇશ', કિશોરીએ કર્યો આપઘાત

સુરત: મિત્ર સાથે ચેટિંગ કરતા મામીએ પકડી પાડી અને કહ્યું, 'પ્પાને કહી દઇશ', કિશોરીએ કર્યો આપઘાત

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

સુરત: આજકાલ કિશોરોના આપઘાતનાં કિસ્સાઓ (teenager suicide) વધી રહ્યાં હોય તેમ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. સાયણમાં (Surat, Sayan) પણ આવો જ એક હૃદય દ્રાવક કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઓરિસ્સામાં રહેતી 15 વર્ષની કિશોરી સોનાલી પ્રધાન સાયણમાં મામાના ઘરે આવી હતી. ત્યારે મામીને તે મિત્ર સાથે ફોનમાં ચેટિંગ (chatting with friend) કરતી હોવાનું જાણવા મળ્યું હતું. એટલે મામીએ તેને ધમકાવીને કહ્યું હતું કે, પિતાને કહી દઇશ. જે વાતથી ગભરાયેલી કિશોરીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, 15 વર્ષની અને ધોરણ 10માં ભણતી સોનાલી કવિરાજ પ્રધાન માસ પ્રમોશન બાદ સાયણમાં રહેતા મામાને ત્યાં આવી હતી. સાયણાનાં વાઈટમુન રેસિડન્સીમાં મામાને ત્યાં આવેલી સોનાલીના પિતા સુરતમાં લૂમ્સના કારખાનામાં નોકરી કરે છે. સોનાલી તેની માતા અને ભાઈ સાથે વતનમાં ઓરિસ્સા રહે છે. માસ પ્રમોશન બાદ તે સુરત ફરવા આવી હતી. જ્યાં સોનાલી મામીના ફોનથી મિત્ર સાથે ચેટીંગ કરતી હતી.

Live: રથયાત્રા પહેલા જળયાત્રાનો પ્રારંભ, ભૂદરનાં આરે કોરોના પ્રોટોકોલ સાથે ભાવપૂર્વક પૂજા-આરતી થઇ

આ અંગેની જાણ મામીને થઇ ગઇ હતી. જેથી તેણે આ વાત પિતાને કરીશ એવુ કહ્યું હતું. જેથી ડરી ગયેલી સોનાલીએ ઝેરી દવા પી લીધી હતી. જોકે, તેને તરત જ સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.

1500 ઉપાડવા ગયેલી મહિલાનાં ખાતામાં અચાનક આવી ગયા 1717 કરોડ રુપિયા અને પછી...
" isDesktop="true" id="1107958" >

થોડા સમય પહેલા સુરતમાં વિધાર્થીનીના આપઘાત બાદ પીએમમાં તરૂણ યુવતી ગર્ભવતી હોવાનું સામે આવતા માતા-પિતા પણ ચોંકી ગયા હતા અને આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા હતા. જેથી સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમમાં કિશોરીના ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા છે. ગર્ભ પરીક્ષણ કરતા કિશોરીનો યુરિન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાબતની જાણકારી પરિવારને આપતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી
First published:

Tags: Minor, આત્મહત્યા, ગુજરાત, છોકરી, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો