સુરતમાં 8 વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી આગ્રાથી ઝડપાયો 

સુરતમાં 8 વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી આગ્રાથી ઝડપાયો 
પ્રતિકાત્મક તસવીર

પોલીસને ગતરોજ આરોપીને મોબાઈલ સર્વેલ્સના આધારે આગરાથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.

  • Share this:
સુરતના સચિન વિસ્તારમાં  જીઆઇડીસીના લક્ષ્મીવીલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી 9મી તારીખે બુધવારે મધરાત્રે સૂતેલી 8 વર્ષની બાળકીનું અપહરણ કરી હવસખોરે દોઢ કિલોમીટર દૂર ખંડેર એપાર્ટમેન્ટ નજીક દુષ્કર્મ ગુજાર્યો હતો.  જોકે, બાળકી મળી આવતા તેના મેડિકલમાં બાળકી સાથે બળાત્કાર થયાનું સામે આવતા પોલીસે આરોપી પકડી પાવાની કવાયત શરૂ કરી હતી પણ આરોપી તારીખ 12 મીના રોજ બિહાર જવા નીકળી ગયો હતો. જોકે પોલીસને ગતરોજ આરોપીને મોબાઈલ સર્વેલ્સના આધારે આગરાથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.

સુરતમાં અનેકવાર બાળકી સાથે દુસ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે થોડા દિવસ પહેલા સુરતના સાચી જીઆઇડીસી ખાતે આવેલા લક્ષ્મીવીલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતો શ્રમિક પરિવાર એક પ્લોટમાં સુતેલો હતો. ત્યારે તારીખ 9 ડિસેમ્બરના રોજ તેમની 8 વર્ષીય બાળકીને કોઈ ઈસમ અપહરણ કરીને લઇ ગયો હતો. જોકે પરિવારને ખબર પડતા તે તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે બાળકીને શોધખોળ શરુ કરી હતી. જે બાદ બાળકી મળી આવી  હતી પણ તેની સાથે કોઈ અનિચ્છીય ઘટના બની હોય તેવું લગતા તેને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવતા પોલીસે આ મામલે પહેલા ગુનો નોંધી તપાસ શરૂ કર હતી.અમદાવાદ : 30 વર્ષની છૂટાછેડા લીધેલી મહિલા અને 17 વર્ષના કિશોર વચ્ચે પાંગર્યો પ્રેમસંબંધ, પછી ...

PM મોદી આજે આવશે કચ્છ, વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત, જમણમાં પિરસાશે કચ્છી વાનગીઓ

બાળકીનું અપહરણ થયુ તે જગ્યાના પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કાર્યા હતા. જ્યાં આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો.  સીસીટીવીમાં દેખાતો એક ઈસમ પહેલેથી પોલીસ શકમંદમાં હતો. જેમાં મૂળ બિહારના અને હાલમાં સચિન તાળગપુર ખાતે રહેતા  મુકેશ બુધઈ સાહ નામ  સામે આવ્યુ હતું. બાળકીએ જે રીતે ઘટનાની જણકારી પોલીસને આપી હતી કે, આરોપી  બાળકીને તેના ઘરની નજીક આવેલી ઝાડીમાં લઇ જઈને તેની સાથે દુસ્કર્મ આચર્ય હતું. જોકે આરોપીના લાંબા વાળ હતા. જેને લઈને પોલીસે તપાસ શરૂ કરતા આરોપી બે દિવસ ચાલીમાં રહી 12મી તારીખે અવધ એક્સપ્રેસ ટ્રેનમાં બિહાર જવા માટે રવાના થયો હતો.જોકે પોલીસ આરોપ પહેલેથી શકાના ઘેરામાં હતો. જે બાદ પોલીસે આઈપીનો મોબાઈલ નંબર મેળવી તેને સર્વેલ્સમાં મૂકી દીધો હતો અને આરોપી પકડી પાડવા એક ટીમ રવાના કરી હતી. જોકે ગતરોજ આરોપી આગ્રા હોવાની વિગત સામે આવતા સુરત પોલીસે આગ્રા રેલવે પોલીસની મદદ લઈ આગ્રા રેલવે સ્ટેશન પાસે મુસાફર ખાનામાંથી નરાધમ મુકેશ બુધઈને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જોકે આરોપી પકડી પડતા તેનો કબજો લેવા એક ટીમ આગ્રા ખાતે જવા રવાના થઇ છે અને આજે સાંજે આરોપી સુરત ખાતે લઇ આવે તેવી શક્યતા છે
Published by:Kaushal Pancholi
First published:December 15, 2020, 09:30 am

ટૉપ ન્યૂઝ