સુરત મતદાનમાં વિવાદ: કૉંગ્રેસનો આક્ષેપ, 'મતદારોને ભોળવવા ભાજપે ડમી EVM મૂક્યું'

સુરત મતદાનમાં વિવાદ: કૉંગ્રેસનો આક્ષેપ, 'મતદારોને ભોળવવા ભાજપે ડમી EVM મૂક્યું'

  • Share this:
મહાનગર પાલિકાની ચુંટણીમાં (local Body Election) સુરત (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં વોર્ડ નંબર 18માં ભાજપે મતદાન મથક (voting) નજીક ટેબલ ગોઠવી મતદારોને ભોળવવા ડમી EVM મૂક્યાનો કૉંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના (congress) કાર્યકરો દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે. મતદાન મથક પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર 18 લિંબાયત પરવત વિસ્તારમાં મતદાન મથક સુમન સંગીની સોસાયટી પાસે ભાજપ દ્વારા ટેબલ ગોઠવવામાં આવ્યું છે. આ ટેબલ પરથી લોકોને મતદાન કેવી રીતે આપવું તે અંગેની સમજ આપવા ડમી ઈવીએમ રાખવામાં આવ્યું છે. મતદારો સ્લિપ લેવા જાય ત્યારે મતદારોને ભાજપના ઉમેદવારોને મત આપવા ઈવીએમમાં શીખવવામાં આવી રહ્યું છે. જેની સામે કૉંગ્રેસે વિરોધ કરતાં ભાજપ દ્વારા મતદારોને ભોળવવા ડમી ઈવીએમ મૂકાયા સાથેની રાવ કરવામાં આવી છે.Gujarat Municipal Election 2021 Live: 3 વાગ્યા સુધી કુલ 26% મતદાન, સૌથી વધુ જામનગરમાં નોંધાયુ

સાથે જ પાંડેસરામાં વોર્ડ નંબર 28માં પણ ભાજપના પ્રચાર સાહિત્ય સાથે ટેબલ મૂકવામાં આવ્યું છે. કૉંગ્રેસના આગેવાન કેતનભાઈએ જણાવ્યું હતું કે, મતદાન મથકથી 200 મીટરની અંદર જ ભાજપ દ્વારા ટેબલ રાખવામાં આવ્યું છે. મતદાનની આદર્શ આચારસંહિતા મુજબ ટેબલ પર કોઈ પક્ષને ઉજાગર કરતી પ્રચાર સામગ્ર રાખવાની હોતી નથી.

Pics: રાજકોટમાં કિર્તીદાન, સાંઇરામ દવેએ કર્યું મતદાન, BJPના શહેર પ્રમુખ રમ્યા ક્રિકેટ

જોકે, ટેબલ પર બેઠેલા યુવકો ભાજપના ખેસ અને ભાજપના ઉમેદવારના બેનર સાથે બેઠા છે. સાથે જ ડમી ઈવીએમ પણ મૂકવામાં આવ્યાં છે. જેમાં ભાજપના ઉમેદવારના ક્રમ દર્શાવીને લોકોને ભોળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેની સામે અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

ડમી ઈવીએમ ટેબલ પર મૂકાતા કૉગ્રેસના કાર્યકરો દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વોર્ડ નંબર 18 લિંબાયતમાં ચાલી રહેલી મતદારોને ભોળવવાની પ્રવૃતિ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને કાયદેસરના પગલા લેવાની તૈયારી કરી હોવાની તથા ટેબલ પરથી ઈવીએમ તાત્કાલિક હટાવવાની માંગ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:February 21, 2021, 15:24 pm

ટૉપ ન્યૂઝ