સુરતના ડાયમંડ ઉદ્યોગમાં (Surat Diamond industry) ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હીરા ઉદ્યોગ સાથે જોડાયેલો સૌરાષ્ટ્રનો વતની અને હાલમાં મુંબઇ (Mumbai) ખાતે હીરા દલાલીનું કામ કરતો દલાલ 12 કરોડ રુપિયા લઇને ઉઠમણું કર્યાની ચર્ચાએ વેપારીઓની ચિંતા વધારી છે. સુરતનાં કેટલાય વેપારીઓએ આ દલાલને હીરા આપ્યા હોવાને કારણે અનેક વેપારીઓના કરોડો રૂપિયા સલવાયા છે.
સુરતના હીરા ઉધોગમાં છેલ્લા કેટલા સમયથી છેતરપિંડી અને ઉઠમણાંએ લઈને ભારે ચિંતા વ્યાપી છે. ત્યારે મુંબઈ બીડીબી સાથે સંકળાયેલો અને બોટાદ પંથકનો સૌરાષ્ટ્રવાસી હીરાદલાલ 12 કરોડનું ચૂકવણું કર્યા વગર ગાયબ થયો હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેનાથી વેપારીઓની ચિંતા વધી છે. 5 દિવસથી આ દલાલ ગાયબ થતાં વેપારીઓએ તેનું નામ ફરતું કર્યું હતું. કોરોનાની સ્થિતિના કારણે સૌથી વધારે અસર આ ઉધોગને થઇ છે. ત્યારે સતત મોટી રકમના વેપારી લોકોના રૂપિયા ચૂકવીયા વગર ગાયબ થવાની અનેક ઘટના બાદ આ ઉધોગમાં ચિંતા જોવા મળી હતી. ત્યારે વધુ એક વેપારી ગાયબ થઇ જતા સુરતના અનેક વેપારીના રૂપિયા સલવાયા હોવાની ચર્ચા ચાલી રહી છે.
આ ઉઠમણાં કરતા વેપારી થોડા સમય બાદ ફરી બજારમાં આવી જઈને આપવાના રૂપિયાના અમુક ટકા ચૂકવણું કરી ફરીથી વેપાર કરવા લાગવાના પણ અનેક કિસ્સાઓ બન્યા છે. ત્યારે આવા વેપારને લઈને આ ઉધોગમાં અનેક વેપારીને નુકસાન વેઠવાનો વારો આવે છે અને રાતા પાણીએ રડવાની સ્થિતિ થાય છે. એક લાંબા સમય પછી મુંબઈના એક દલાલનું ઉઠમણું થયાની ચર્ચાએ હીરા બજારમાં જોર પકડ્યું છે.
આ પહેલા પણ સુરતમાં આવા કિસ્સા બન્યા છે
મહત્ત્વનું છે કે, ગત દિવાળી પહેલા જ એક વેપારીનું કુલ 40 કરોડમાં ઉઠમણાની વાત વહેતી થઇ હતી. સામી દિવાળીએ હીરા બજારમાં હોબાળો મચી જવા પામ્યો છે. જો કે, આ વેપારીનાં ઉઠમણાને લઈ કુલ 25 કરતાં વધારે વેપારીના રૂપિયા સલવાઇ ગયાની વાત પણ સામે આવી રહી હતી. સુરતના બજારમાં હીરાનો વેપાર કરતા એક સૌરાષ્ટવાસી હીરા વેપારીનું જે પોલિશ્ડ ડાયમંડ મેન્યુફેક્ચર કામ કરી રહ્યાં હતાં.
આ વેપારી આર્થિક ભીડમાં આવી જતા કુલ 40 કરોડ રૂપિયામાં ઉઠી ગયો હોવાનું સામે આવ્યુ હતું. સમયસર પેમેન્ટ ચૂકવનાર આ વેપારી છેલ્લાં 1 મહિનાથી વેપાર મર્યાદિત કરી દીધો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર