આરોપી પાસેથી મોબાઇલ ફોન 4 નંગ, રોકડા રૂા. 42 હજાર, 28 નંગ સીમકાર્ડ, ડેબિટ કાર્ડ 3 અને પાનકાર્ડ મળી કુલ રૂા. 6.87 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ ઈસમોની પૂછપરછ કરતા આ ઈસમો ઝારખંડના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. ઉપરોકત તમામ આરોપીઓ ગુગલ પર અલગ-અલગ રાજયના મોબાઇલ કોડ સર્ચ કરી તેમાં કોઇપણ છ નંબર એડ કરી કોલ કરતા હતા. કોલ કરતી વખતે પોતાની ઓળખ બેંકમાંથી બોલે છે એમ કહી એટીએમ કાર્ડ બ્લોક થઇ ગયો છે, તમને લકી ડ્રો લાગ્યો છે જેવી અલગ-અલગ કારણો જણાવી વાતોમાં ફસાવી બેંક એકાઉન્ટ સબંધિત માહિતી જેવી કે એટીએમ કાર્ડના 16 ડિજીટ, એક્સપાયરી ડેટ અને સીવીવી નંબર મેળવી લેતા હતા. જે બાદ એકાઉન્ટ ધારકની જાણ બહાર પેટીએમ, ફોન પે, ગુગલ પે જેવી મોબાઇલ એપ્લિકેશન વોલેટમાંથી રોકડ તફડાવતા હતા તેવી કબૂલાત કરી હતી.
જોકે, પોલીસે આ ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ કરતા આ ઈસમો વિરુદ્ધ ગુજરાતના આણંદ અને વડોદરા શહેર, મધ્યપ્રદેશના બૈતુલ અને માંદસોર જિલ્લા, રાજસ્થાનના દૌસા અને જયપુર જિલ્લામાં તેઓ વિરૂધ્ધ ગુના નોંધાયા હોવાની કબૂલાત કરી છે. જયારે સફાર મોહમદ બશીર અંસારી અગાઉ ઝારખંડના ગીરડી પોલીસ સ્ટેશનમાં સાઇબર ક્રાઇમના ગુનામાં ઝડપાય ચુક્યો છે.
આ રીતે પોલીસે ઝડપી પાડ્યા
સચિન જીઆઇડીસી પોલીસે ઝડપી પાડેલી સાઇબર ક્રાઇમ આચરતી આંતર રાજય ગેંગનો માસ્ટર માઇન્ડ સફાર મોહમદ બશીર અંસારી પૂછપરછ કરતા આ ઈસમો ઝારખંડના જામતાળા ગામના તમામ રહેવાસી સાઇબર ક્રાઇમના ગુના સાથે સંકળાયેલા છે. તેવી જ રીતે જામા ગામના પણ મહત્તમ લોકો પણ આ પ્રકારના ગુના સાથે સંકળાયેલા છે. જોકે હાલમાં ઝારખંડ પોલીસે સાઇબર ક્રાઇમ આચરનાર વિરૂધ્ધ સકંજો કસવાનું ચાલુ કરતા સફાર તેના સાથીદારો સાથે સુરત ખાતે રહેતા તેના ગામના મિત્રોને ત્યાં છુપાવવા માટે આવ્યો હતો.
પોલીસને વિગત મળતા તે પોલીસના હાથે ઝડપાઇ ગયા હતો. જોકે સંચીન પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આ 6 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર