કોરોનાને કારણે ઇતિહાસમાં સૌપ્રથમવાર પારસી સમાજે બદલી અંતિમવિધિની પરંપરા

કોરોનાને કારણે ઇતિહાસમાં સૌપ્રથમવાર પારસી સમાજે બદલી અંતિમવિધિની પરંપરા
પારસી પંચાયતના પ્રમુખ એસ.જી કરંજીયા

પારસી સમાજના લોકો અગ્નિદેવતાને પૂજનીય માને છે. પરંતુ આજે કોરોના મહામારીના પ્રકોપના કારણે તેઓ પોતાના સમાજની પરંપરાગત માન્યતા છોડી પહેલીવાર અગ્નિદાહ કરવા માટે મજબૂર થયા છે.

  • Share this:
જન્મ, મરણ, લગ્નના પ્રસંગો માટે અલગ સમાજના અલગ નિયમો હોય છે. વર્ષોથી તે પ્રમાણે તેઓ ચાલતા હોય છે. ત્યારે કોરોનાકાળે બધા સમાજને તેમની વર્ષોથી ચાલતી પરંપરાને તોડવા પર મજબૂર કર્યા છે. દેશ સહિત રાજ્યમાં પારસી પ્રજા ઘણી જ ઓછી છે. કોરોનાકાળમાં તેઓ પણ સંક્રમિત થઇ રહ્યાં છે.  પારસી પ્રજાના ઇતિહાસમાં સૌપ્રથમવાર તેઓ મૃતદેહોની અંતિમવિધીની પોતાની સદીઓ જૂની પરંપરા છોડવા મજબૂર થયા છે. હાલમાં કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે મૃતદેહને અગ્નિદાહ આપી રહ્યા છે.

દરેક સમાજમાં વિવિધ પ્રકારનાં જન્મ-મરણ લગ્ન પ્રસંગનાં જુદા જુદા રિવાજ હોય છે. પરંતુ આ કોરોનાકાળમાં તો જાણે બધાના રિવાજો માત્ર એક જ કોરોનાની ગાઈડ લાઈન મુજબના બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. તેનું એક ઉદાહરણ છે સુરતનો પારસી સમાજ. આ સમાજ પણ કોરોનાના કહેરથી બચી શક્યો નથી. કોરોનાને લઇને પારસી સમાજમાં પણ ઘણા લોકો મોતને ભેટ્યા છે પરંતુ આ વાયરસનાં પગલે હવે તેઓને પોતાની અંતિમ વિધિમાં બદલાવ કરવાનો વારો આવ્યો છે.



અમદાવાદી દીકરીએ હજારોની નોકરી છોડીને પિતા સાથે શરૂ કર્યો ધંધો, બનાવે છે ગુજરાતની ભૂલાયેલી વાનગીઓ

પારસી સમાજમાં સામાન્યપણે અગ્નિ સંસ્કારનો રિવાજ નથી. તેઓ મૃતદેહોને ચિતા પર સુવડાવી અગ્નિદાહ આપતા નથી પરંતુ એક ચોક્ક્સ જગ્યાએ કૂવો સ્થાપિત કરી તેમાં મૃતદેહને પક્ષીઓને હવાલે કરી દેવામાં આવે છે. પરંતુ હાલના સમયમાં કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સમાજ દ્વારા આ પરંપરાનો ભંગ કરી મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે જે સમગ્ર પારસી સમાજ માટે આઘાતજનક છે.



સુરતમાં આશરે અઢીથી ત્રણ હજાર જેટલા પારસી સમુદાયના લોકો રહે છે. લઘુમતી સમાજ અગાઉથી જ ઓછી વસ્તીને લઇ ચિંતામાં હતો. તેમાં હવે કોરોના કાળમાં જે રીતે આ સમાજના લોકો પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે અને મૃત્યું પામી રહ્યા છે, તેનાથી તેમની ચિંતા વધી છે. અત્યાર સુધી આ સમાજના 50થી વધુ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ લોકો પરંપરાગત રિવાજોને બદલે કોરોના ગાઇડલાઇન્સ મુજબ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા મજબૂર થયા છે.

રાજકોટમાં નવતર પ્રયોગ: લાકડાને બદલે ગોબર સ્ટિકનો થઇ રહ્યો છે પ્રયોગ, વાતાવરણ અને ગાય બંનેને માટે છે હિતાવહ

આ અંગે પારસી પંચાયતના પ્રમુખ એસ.જી કરંજીયાએ જણાવ્યું કે, પારસી કમ્યુનિટીની સંખ્યા દેશમાં માત્ર 1 લાખ જેટલી છે. જે રીતે સમાજના લોકો કોરોના પોઝિટિવ થઇ રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે.  સુરત શહેરના પારસીઓ અંતિમવિધી માટે પુણા ગામ વિસ્તાર ખાતે આવેલા ડુંગરવાડીમાં ક્રિયાઓ કરતા હોય છે. મૃતદેહને કૂવામાં મૂકી દેવાય છે અને વલચર નામનું પક્ષી તથા અન્ય પક્ષીઓ આ મૃતદેહને ગ્રહણ કરતું હોય છે. ત્યારબાદ જે હાડકા વધે છે તે કૂવાની અંદર જ રાખી મુકવામાં આવતા હોય છે. પારસી સમાજના લોકો માને છે કે, એમની અંતિમવિધી દુનિયાના અન્ય તમામ સમાજ કરતા વધુ પર્યાવરણલક્ષી છે.

પારસી સમાજના લોકો અગ્નિદેવતાને પૂજનીય માને છે. પરંતુ આજે કોરોના મહામારીના પ્રકોપના કારણે તેઓ પોતાના સમાજની પરંપરાગત માન્યતા છોડી પહેલીવાર અગ્નિદાહ કરવા માટે મજબૂર થયા છે.



30 વર્ષીય મોનાઝ ભેંસાનીયાનું મૃત્યુ સૌથી આઘાતજનક

સુરતની 30 વર્ષીય પારસી રંગોળી આર્ટિસ્ટ અને ડ્રામા સાથે સંકળાયેલી યુવતી મોનાઝ ભેંસાનીયાનું બે દિવસ પહેલા જ કોરોના સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પહેલેથી જ ઓછી વસ્તીના પ્રશ્નોને લઇને ઝઝૂમતો પારસી સમાજ હવે યુવાનો કોરોનાગ્રસ્ત થતા વધુ આઘાતજનક સંજોગોનો સામનો કરી રહ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:April 20, 2021, 16:48 pm

ટૉપ ન્યૂઝ