Home /News /gujarat /

સુરતમાં ઓક્સિજન માટે દબંગગીરી: હજીરાથી અન્ય રાજ્યમાં જતા ટેન્કરો અટકાવીને શહેરનાં દર્દીઓ માટે મોકલાયા

સુરતમાં ઓક્સિજન માટે દબંગગીરી: હજીરાથી અન્ય રાજ્યમાં જતા ટેન્કરો અટકાવીને શહેરનાં દર્દીઓ માટે મોકલાયા

ઓક્સિજનની કટોકટી વચ્ચે હજીરા ખાતે આવેલા આઇનોક્સ કંપનીના પ્લાન્ટમાં પ્રતિરોજ ૧૨૦ મેટ્રિક ટનના ઉની અછત જોવા મળી રહી છે.

ઓક્સિજનની કટોકટી વચ્ચે હજીરા ખાતે આવેલા આઇનોક્સ કંપનીના પ્લાન્ટમાં પ્રતિરોજ ૧૨૦ મેટ્રિક ટનના ઉની અછત જોવા મળી રહી છે.

શહેરમાં કોરોના વાયરસનાં સંક્રમણની વધતી જતી ભયાનક્તા વચ્ચે શહેરની હોસ્પિટલોને સરળતાથી ઓક્સિજન મળી રહે તે માટે જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ દંબગ બન્યા હતા, સુરત શહેરની મુખ્ય બે હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોને ૧૨૦ મેટ્રિક ટન ઓકિસજનની સામે હજીરાની આઇનોકસ કંપનીએ કાપ મુકીને અન્યત્ર સપ્લાય કરી રહ્યા હોવાથી સ્પેશિયલ ઓફિસર એન.થેનારસેનની સુચનાથી પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીની ટીમે કંપનીમાં ધામા નાખ્યા હતા. અને કંપનીની બહાર જ બંદોબસ્ત ગોઠવી ટેન્કરો અટકાવી દીધા હતા, અને જયાં સુધી સુરતને સંપુર્ણ જથ્થો નહીં મળે ત્યાં સુધી અન્ય શહેર અને રાજયમાં જનારા ટેન્કરો અટકાવી દીધા હતા. શહેરની હોસ્પિટલોને ઓક્સિજન મળી રહે તે માટેની પ્રાથમિકતા આપવાનો હુકમ કર્યો હતો.ભરઉનાળામાં રાજ્યમાં કડાકાભડાકા સાથે વરસાદની આગાહી, જાણો કેટલા દિવસ અને ક્યાં વરસશે વરસાદ

ઓક્સિજનની કટોકટી વચ્ચે હજીરા ખાતે આવેલા આઇનોક્સ કંપનીના પ્લાન્ટમાં પ્રતિરોજ ૧૨૦ મેટ્રિક ટનના ઉની અછત જોવા મળી રહી છે. જેની પાછળનું સૌથી મહત્વનું કારણ જોવા જઈએ તો કેન્દ્ર સરકારના આદેશને પગલે આઇનોક્સ કંપનીએ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જથ્થો મોકલવો જરૂરી બની ગયો છે. જેને પગલે આઇનોક્સ કંપનીએ સુરતને ૮૬ મેટ્રિક ટન જથ્થો ફાળવ્યો હતો, જયારે અન્ય જથ્થો ઉપલબ્ધ હોવા છતા ફાળવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. આ પ્રકારની વિકટ સ્થિતિને પગલે સુરત જિલ્લા નાયબ કલેક્ટર આર.આર.બોરડ, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર આર.એમ પટેલ, સહિત સાત અધિકારીઓ કંપનીની બહાર પહોંચી સીધી દંબંગગીરી કરી હતી. અને ટેન્કરોને અટકાવી દઇ સૌથી પહેલા સુરતની હોસ્પિટલોને જથ્થો આપવા જણાવ્યું હતુ.રાજકોટ: 'હું જાનકી બોલુ છું, મળવું છે', હનીટ્રેપમાં ફસાવવા જતી ગેંગનો ખેડૂતે ટ્રિકથી કર્યો પર્દાફાશ

શહેરના દર્દીઓને બચાવવાની પહેલી ફરજ અધિકારીઓની હોવાની નૈતિક જવાબદારીઓ સાથે અધિકારીઓ દંબગ બનવાની ઘટનામાં એક તબક્કે સુરતની બહાર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેમજ નવસારી, વલસાડ અને વડોદરા જતા ટેન્કરોને અટકાવી રાખ્યા હતા. ઉપરાંત કંપનીમાં નાઇટ્રોજન અને આર્ગન નામના કેમિકલના ટેન્કરો પણ અટકાવ્યા હતા.

જે બાબતની નોંધ ઉચ્ચસ્તરે લેવી જરૂરી બની છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં મોટાપ્રમાણમાં ઓકિસજનનું ઉત્પાદન થતું હોવા છતા જે રીતે બહાર સપ્લાય થઈ રહ્યો છે. તેને લઇને પ્રજામાં અને તંત્રમાં પણ રોષ છે, આ રોષમાં આજે હજીરાની આઈનોકસ કંપની ઝપેટમાં આવી ગઈ હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Coronavirus, Oxygen, ગુજરાત, સુરત

આગામી સમાચાર