સુરતમાં કોરોનાના આંકડા છૂપાવવા થઇ રહ્યું છે મોટું કૌભાંડ? કિટને પ્રવાહીમાં વાપરી ફેંકવાનો વીડોયો વાયરલ

સુરતમાં કોરોનાના આંકડા છૂપાવવા થઇ રહ્યું છે મોટું કૌભાંડ? કિટને પ્રવાહીમાં વાપરી ફેંકવાનો વીડોયો વાયરલ

  • Share this:
સુરતમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ધનવંતરી રથમાં એક વ્યક્તિ કરોના વાયરસની ટેસ્ટિંગ કિટને તોડીને પ્રવાહીના સેમ્પલમાં ટેસ્ટિંગ કરીને વપરાયેલી કિટને ફેંકી રહ્યો છે. તેની બાજુમાં એક અન્ય વ્યક્તિ  પણ ઉભો છે. આ વીડિયો જોઇને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિ કિટને પ્રવાહીના સેમ્પલમાં ટેસ્ટ કરીને કિટનો રિપોર્ટ નેગેટિવ આવે તેવું કરી રહ્યો છે.  આ વીડિયોમાં દેખાતી નંબર પ્લેટના આધારે વીડિયો સુરતનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ દિવાળી બાદ ફરી એક વખત વધ્યું છે. જેને લઈને રાતે કફર્યુ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ તંત્ર પણ દોડતું થયું છે અને લોકો પાસેથી દંડ પણ વસુલવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મનપા કમિશ્નર પોતે જ વધુમાં વધુ લોકોને ટેસ્ટીંગ કરાવવા અપીલ કરી રહ્યા છે.



'ગુરૂ મહારાજનાં પગલા પડાવો અને કોરોના વિધિ કરાવો,' જાહેરાત કરનાર વિસનગરનો ઢોંગી ફરાર

પરંતુ સુરતના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, ધનવંતરી રથ પર એક ઇસમ કિટનો ઉપયોગ કર્યા વિના જ કીટ વપરાઈ ગયી છે તેવો કરસો રચી રહ્યો છે અને ટેસ્ટ નેગેટીવ દર્શાવવા પ્રવાહીના સેમ્પલ લઈ કિટને ફેકી રહ્યો છે.

અમદાવાદની 'આત્મનિર્ભર કેફે'માં મોડી રાત્રે ચોરી, જાણભેદુ હોવાની શંકા

ત્યારે આવી રીતે  ટેસ્ટીંગ કર્યા વિના જ વધુ ટેસ્ટીંગ દર્શાવવામાં આવી રહ્યા છે. અને કરોડોના ખર્ચે ખરીદાયેલી કીટનો આવી રીતે ગેરઉપયોગ થઇ રહ્યો છે.



જોકે, આ ૩ મિનિટનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વીડિયો સુરતનો હોવાની ચર્ચા છે. જોકે, આ વિડીયો અંગે  ન્યૂઝ18ગુજરાતી કોઈ પુષ્ટી કરતું નથી.  ત્યારે આ વીડિયો અંગે શું તપાસ થાય છે તે જોવું રહ્યું કોરોનાકાળથી સરકાર દર્દી અને કોરોના મૃત્યુના આંકડા સતત સંતાડી રહી છેના આક્ષેપ વચ્ચે તંત્ર પર વધુ એક આક્ષેપ લાગ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:December 03, 2020, 11:55 am

टॉप स्टोरीज