સુરત : દુકાનમાં છુટ્ટા લેવા આવેલા રૂપિયા લઇને થયા ફરાર, CCTV વીડિયોના આધારે કલાકોમાં જ ઝડપાયા

સુરત : દુકાનમાં છુટ્ટા લેવા આવેલા રૂપિયા લઇને થયા ફરાર, CCTV વીડિયોના આધારે કલાકોમાં જ ઝડપાયા
ઝડપાયેલા સુરેશ રણછોડભાઈ પાનસુરીયા અને ચંદ્રદેવ ઉર્ફે મામા કેદારપ્રસાદ યાદવની પાસેથી પોલીસે છુટ્ટા રોકડા રૂ.6 હજાર, રીક્ષા અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.63 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ઝડપાયેલા સુરેશ રણછોડભાઈ પાનસુરીયા અને ચંદ્રદેવ ઉર્ફે મામા કેદારપ્રસાદ યાદવની પાસેથી પોલીસે છુટ્ટા રોકડા રૂ.6 હજાર, રીક્ષા અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.63 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

  • Share this:
સુરતઃ પુણાગામ માતૂશક્તિ સોસાયટીમાં આવેલ મઢુલી ડેરી ઍન્ડ કરિયાણા સ્ટોર્સ નામની દુકાનમાં બુધવારે સવારે કરિયાણાનો સામાન ખરીદવાને બહાને આવેલા બે ગઠિયાઓએ દુકાનદાર પાસે રૂપિયા 6 હજારના છુટા લઈ ખમણ લેવા જાઉં હોવાનું કહી રીક્ષામાં બેસી નાસી ગયા હતા. દુકાનદારને તેની સાથે છેતરપિંડી  કરવામાં આવી હોવનો ખ્યાલ આવતા પોલીસમાં  ફરિયાદ નોધાવી છે.  પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં આ ગઠિયાઓની ધરપકડ કરી હતી. જોકે આ ગઠિયા  છેલ્લા કેટલાક સમયથી પુણા વિસ્તારમાં દુકાનદારો પાસેથી રૂ.500-1000 ના છુટ્ટા લેવાના બહાને પૈસા લઇ ભાગી જતા હતા.

મૂળ અમરેલીના વતની અને સુરતના સરથાણા યોગીચોક શ્યામધામ સોસાયટીમાં રહેતા રમેશભાઈ રવજીભાઈ કથેરીયા પુણા માતૃશક્તિ સોસાયટી મકાન નં.27માં મઢુલી ડેરી એન્ડ કરીયાણા સ્ટોર્સ નામની દુકાન ધરાવે છે. બે દિવસ અગાઉ તેવો દુકાને હતા ત્યારે સવારના સમયે તેમની દુકાને એક યુવાન આવ્યો હતો અને કરીયાણાનો સમાન લેવો છે તેવી વાત કરી રમેશભાઈને વિશ્વાસમાં લઈ રૂ.10 હજારના છુટ્ટા માંગ્યા હતા. જોએક દુકાનદાર રમેશ ભાઈ આ યુવાનોની વાતમાં આવી ગયા અને પોતાની પાસે રૂપિયા 6 હજારના  છુટ્ટા છે કહેતા તે યુવાને આપવા કહેતા રમેશભાઈએ પૈસા આપતા પોતે ખમણ લઈને પછા આવે છે. તેવું કહીને ત્યાંથી પસાર થતી રીક્ષામાં બેસી નીકળી ગયા હતા.સીસીટીવીમાંથી લીધેલી તસવીર


ભરૂચ: વિધવા સાથે પતિની આત્માના મોક્ષના નામે 33 લાખની ઠગાઇ, આરોપીએ શારીરિક સંબંધ પણ બાંધ્યા

જોકે  કલાકો વિત્યા બાદ પણ આ ગઠિયો ન આવતા દુકાનદારને ખ્યાલ આવી ગયો કે, આ આવેલા બંનેવ યુવાનો  તેમની સાથે છેતરપિંડી કરી ગયા છે. રમેશભાઈને ખ્યાલ આવી ગયો કે, તેમની સાથે ગ્રાહકના સ્વાંગમાં આવેલા બંને જણા છેતરી નાસી ગયા છે. જેને લઈને રમેશ ભાઈ અજાણ્યા યુવાન અને રીક્ષાચાલક વિરુદ્ધ ગતરોજ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પુણા પોલીસે છેતરપિંડીની આ ઘટનામાં સામેલ બંનેને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. ઝડપાયેલા સુરેશ રણછોડભાઈ પાનસુરીયા અને ચંદ્રદેવ ઉર્ફે મામા કેદારપ્રસાદ યાદવની પાસેથી પોલીસે છુટ્ટા રોકડા રૂ.6 હજાર, રીક્ષા અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.63 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જોકે પકડાયેલા યુવાનો પૂછપરછ કરતા પોતે આ ગુનો કર્યો હોવા સાથે અનેક લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી. જોકે સતત આવી ફરિયાદો પુના પોલીસ છેલ્લા કેટલાક સમયથી મળતી હતી કે, રૂપિયા 500 અને રૂપિયા 1000ના છુટા લેવાના બહાને બે ગઠિયા દુકાનદારને ચૂનો લગાવી રહ્યા છે. જોકે, પોલીસે આ બંનેવ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:March 27, 2021, 11:14 am

ટૉપ ન્યૂઝ