સુરતમાં રહેઠાણના પુરાવા ન હોય તો પણ બોગસ આધારકાર્ડ બનાવી આપતી ટોળકી ઝડપાઇ, આ રીતે ઠગતા હતા લોકોને


Updated: September 15, 2020, 2:35 PM IST
સુરતમાં રહેઠાણના પુરાવા ન હોય તો પણ બોગસ આધારકાર્ડ બનાવી આપતી ટોળકી ઝડપાઇ, આ રીતે ઠગતા હતા લોકોને
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં રહેતા અને જેમની પાસે રહેઠાણનો પુરાવો નહિ હોય તેવા લોકોને આ ટોળકી બોગસ આધારકાર્ડ આપીને ઠગતી હતી.

  • Share this:
સુરતમાં (Surat) રાહત અને જેમની પાસે રહેઠાણનો પુરાવો નહિ હોય તેવા લોકોને રૂપિયા લઇને અને ધારાસભ્યના લેટર પેડ પર સહી સિક્કા કરી આધારકાર્ડ (Aadhar card) કાઢી આપવાનું કૌભાંડ (fraud) કરતાતી એક ટોળકીને કતારગામ પોલીસે ઝડપી પડી છે. પોલીસે પાંચ લોકોની આ મામલે ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

સુરતમાં રહેતા અને જેમની પાસે રહેઠાણનો પુરાવો નહિ હોય તેવા લોકોને સુરતના કતારગામમાં ગજેરા સ્કુલ પાસે વી પ્લાઝામાં ઓફિસ શરૂ કરી આ ટોળકી લોકોને  ઠગતી હતી. ટોળી લોકોને કહેતી કે, તેઓ આધારકાર્ડ કઢાવી આપશે. જરૂરતમંદ અને પુરાવા વગરના લોકો પાસે ફોર્મ ભરાવતી વખતે કામરેજના ધારાસભ્ય ઓળખે છે એવો અભિપ્રાયવાળું પ્રમાણપત્ર પણ રાખતા હતા. આ પ્રમાણપત્ર બોગસ હતું. આ અંગે ધારાસભ્ય ઝાલાવડિયાને ખબર જ ન હતી. તે પ્રમાણપત્રમાં ધારાસભ્યની બોગસ સહિ-સિક્કો મારેલો હતો.

બોગસ પ્રમાણપત્ર સાથે કાપોદ્રામાં હીરા બાગ પાસે રૂપાલી સોસાયટીમાં આવેલા મોરડિયા એસોસિએટ નામની ઓફિસમાં બધા ફોર્મ જમા થતા ત્યારબાદ સેન્ટરમાંથી આધારકાર્ડ કાઢવામાં આવતા હતા. જોકે, ધારા સભ્ય ઝાલાવડિયાને  અડાજણ આધારકાર્ડ સેન્ટરમાંથી આ વાતની જાણ થતા તેઓએ આ અંગે તપાસ કરાવી હતી. ધારાસભ્યને ખબર પડી કે, આ ટોળકી  રહેઠાણના પુરાવા ન હોય એવા લાકો પાસેથી રૂ. 600 લઈને તેમના નામનો ખોટો અભિપ્રાય લેટર લગાવી ફોર્મ એકત્ર કરે છે.

આ પણ વાંચો - 1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ ગુજરાતમાં બનશે

આ પણ જુઓ - 
કતારગામ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ કતારગામ પોલીસે વી પ્લાઝામાં રેઇડ કરી આરોપી મિતેશ વિનુ સેલીયા, સહેજાદ સલીમ દિવાન, મેહુલ શૈલેશ પટેલ, મયુર રામજી મોરડિયા અને પરાગ કમલેશ વાઘેલાને ઝડપી પાડ્યા હતા. આરોપી પાસેથી ધારાસભ્યના લેટર પેડ પણ મળી આવતા કતારગામ પોલીસે આ તમામ પાંચ જેટલા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઇસમો કેટલા સમયથી આ કૌભાંડ આચરતા હતા અને અત્યાર સુધીમાં કેટલા લોકોને આવા બોગસ આધારકાર્ડ બનાવી આપ્યા છે તે અંગે હવે પોલીસ તપાસ કરશે.
Published by: Kaushal Pancholi
First published: September 15, 2020, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading