Home /News /gujarat /

સુરત ગ્રષ્મા વેકરિયા હત્યા કેસ: સાત વખત આરોપી અને યુવતીનાં મોટા પિતા વચ્ચે સમાધાન થયું છતા દીકરીને મારી નાંખી

સુરત ગ્રષ્મા વેકરિયા હત્યા કેસ: સાત વખત આરોપી અને યુવતીનાં મોટા પિતા વચ્ચે સમાધાન થયું છતા દીકરીને મારી નાંખી

સુરતમાં ગ્રિષ્માની હત્યા પહેલાં સાત વખત થયું હતું આરોપી અને દીકરીનાં પરિવાર વચ્ચે સમાધાન

Surat Grishma Vekaria murder case: સુરતમાં જાહેરમાં (Surat Criem News) યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, હત્યાનાં આરોપી અને ગ્રીષ્માનાં (Grishma Vekaria Family) પરિવાર વચ્ચે સાત વખત સમાધાન થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

વધુ જુઓ ...
    સુરત શહેરનાં (Surat Cirme News) કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી (Grishma Vekaria Murder Case)નાખીને હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા ચગાવી છે. તેનાથી પણ વિચલિત કરતી બાબત એ છે કે, સેંકડો લોકો ઉભા હતા અને તમાશો જોઇ રહ્યા હતા પરતુ કોઇ યુવતીને બચાવવા માટે આગળ આવ્યું નહોતું. છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટાબાપા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જો કે યુવક આ ઘટના બાદ વધુ વિફર્યો હતો તેણે યુવતીનાં ઘરની બહાર જઇને હોબાળો કર્યો હતો

    7 વાર આરોપી-યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું
    સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 7-7 વખત યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સમાધાન થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે ગૃહરાજ્યમંત્રી એક્શનમાં આવી ગયા છે. પરિવારે જણાવ્યું છે કે, હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવો. યુવતીના પરિવારે આરોપીને વારંવાર સમજાવ્યો હતો. આરોપી અને યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો છે.

    આ પણ વાંચો-Surat Murder: એક તરફી પ્રેમમાં પાગલ યુવાન એક વર્ષથી કરતો હતો ગ્રીષ્માને હેરાન, સંબંધની ના પાડતા કાપી નાંખ્યું ગળું

    આરોપી યુવકના પિતાએ કહ્યું કે મારો જ સિક્કો ખોટો
    આરોપી યુવકના પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે, ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે.



    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની લીધી મુલાકાત
    અતિસંવેદનશીલ બનેલી સુરતની આ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી હતી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે તેના માટે હૈયાધારણા આપી છે. રવિવારે સાંજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્માના ઘરે ગયા હતા. જ્યાં તેમણે પરિવાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિવારને ન્યાય મળશે તે દિવસે ફરી પરિવારને મળશે. આ ઘટનાની તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. FSLનો રિપોર્ટ 24 કલાકમાં મળી જાય તેવી વ્યવસ્થા કરી છે. આ ચોંકાવનારી ઘટનાના ફુટેજ, મોબાઈલની ડિટેઇલ વગેરે મળી ગયા છે. આરોપીને એવી સજા અપાવીશું કે જેથી બીજું કોઈ આવું કૃત્ય ના કરે. સરકાર સ્પેશિયલ સરકારી વકીલની નિમણુંક કરશે. તેમજ ગ્રીષ્માના પરિવારનો કેસ લડવા સરકારી ખર્ચે વકીલ કેસ લડશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Grishma Vekaria murder case, Guajrat News, Surat Crime, Surat news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन