લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે આ રહ્યો તાજો કિસ્સો વાંચો...

સુરતઃ લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે આ ગુજરાતી કહેવતને સાર્થક કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.સુરતના મુસ્લિમ ઈસમને ૧૩ લાખના ૨૦ લાખ આપવાની લાલચ આપી ખોલવડ નજીકના ફાર્મ હાઉસમાં બોલાવી ત્રણ ભરવાડ ઇસમોએ મારમારી ૧૩ લાખ લુટી ફરાર થઇ ગયા હતા.જોકે કામરેજ પોલીસની સજાગતાના કારણે ત્રણ પેક્કી એકને કામરેજ નજીકથી મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
સુરતઃ લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે આ ગુજરાતી કહેવતને સાર્થક કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.સુરતના મુસ્લિમ ઈસમને ૧૩ લાખના ૨૦ લાખ આપવાની લાલચ આપી ખોલવડ નજીકના ફાર્મ હાઉસમાં બોલાવી ત્રણ ભરવાડ ઇસમોએ મારમારી ૧૩ લાખ લુટી ફરાર થઇ ગયા હતા.જોકે કામરેજ પોલીસની સજાગતાના કારણે ત્રણ પેક્કી એકને કામરેજ નજીકથી મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

કામરેજ પોલીસ સ્ટેશનમાં બેઠેલા આ ઇસમનું નામ શોકતઅલી ઈમામ હુસેન શેખ છે.આમતો મૂળ પ્રચ્ચીમ બંગાળના અને હાલમાં સુરતના વરીયાવી બજારના હોડી બંગલા નજીક રહે છે અને છેલ્લા ૩ વરસથી મેનેજર મોલ કોમોડીટીઝ સેબીમાં શેર લે-વેચનો ધંધો કરે છે.શોકતઅલી પાંચ દિવસ પહેલા નારાયણ ભરવાડ નામના ઇસમના સંપર્કમાં આવ્યા હતા.અને નારાયણ ભરવાડે શોકતઅલીને કહ્યું હતુકે હાલમાં ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંધ થઇ ગઈ છેપણ મારી પાસે એવા લોકો છે.

જેમની પાસે બંધ થઇ ગયેલી ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો છે.જો તમે નવા ચલણની નોટ આપો તો તમને ૩૦ ટકા વધારે કમીશન અપાવીશ અને બસ આજ લાલચમાં શોકત અલી ભેરવાઈ ગયા અને ૧૩લાખના ૨૦ લાખ કરવાના ચક્કરમાં ૧૩ લાખ પણ ગુમાવ્યા હતા.

શોકતઅલી ૧૩ લાખના ૨૦ લાખ કરવાના ચક્કરમાં મહિલા મિત્ર અને ભત્રીજા ને સાથે લઇ ૧૩ લાખની કેશ લઇ નારાયણ ભરવાડે બતાવેલા પાસોદરા ખાતે પોહ્ચ્યા હતા.જ્યાં નારાયણ ભરવાડે તેમને કામરેજના ખોલવડ ખાતે આવેલા મિત્રના ફાર્મ હાઉસમાં જવું પડશે. એમ કહી ભોગ બનનાર શોકતભાઈ અને તેમના ભત્રીજા અબ્દુલ રઉફને નારાયણ ભરવાડ તેની બાઈક પર બેસાડી ખોલવડ ખેતરાડી વિસ્તારમાં એક ખેતરમાં લઇ ગયો હતો જ્યાં રમું ભરવાડ અને અન્ય એક પહેલી બેઠા હતા.શોકતભાઈ પાસેથી રૂપિયા ભરેલી થેલી લઇ પહેલા રૂપિયા ગણ્યા અને ત્યાર બાદ રૂપિયા થેલીમાં મૂકી ચાલવા લાગતા શોકત ભાઈએ ૨૦ લાખની માંગણી કરતા બંને એ તેમની ઉપર હુમલો કરી ૧૩ લાખ લુટી લીધા હતા.
શોકતભાઈ અને તેમનો ભત્રીજો ગભરાઈ પાસોદરા ખાતે ઉભેલી સ્ત્રી મિત્ર સોનલભક્તા ને પોતે છેતરાયા અને લુટાયા છે.જેથી સોનલ ભક્તા એ તાત્કાલિક ૧૦૦ નંબર પર ડાયલ કરતા પોલીસ પી.સી.આર ઘટના સ્થળે દોડી આવી ઘટના સ્થળ અને આજુબાજુ વિસ્તારમાં તપાસ કરતા કોઈ હાથ લાગ્યું નો હ્તું ,લુંટની ઘટના કામરેજ પોલીસની હદમાં બનતા કામરેજ પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે પોહચી ભોગ બનનાર ની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી.અને તપાસ દરમ્યાન ત્રણ પેક્કી રામુ ભરવાડને ૧૩ લાખની કેશ સાથે કામરેજ નજીકથી ઝડપી પાડ્યો હતો.
First published: