Home /News /gujarat /

સુરત : યુવતીનો ન્હાતો વીડિયો ઉતારી બ્લેકમેલ કરી દુષ્કર્મ કર્યુ

સુરત : યુવતીનો ન્હાતો વીડિયો ઉતારી બ્લેકમેલ કરી દુષ્કર્મ કર્યુ

પ્રતિકાત્મક તસવીર

સુરતના અમરોલીની ઘટના યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરના શખ્સ સામે ફરિયાદ, યુવતીને 6 માસનો ગર્ભ રહી ગયો હોવાનો ઉલ્લેખ

    કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરના અમરોલી વિસ્તારમાં એક યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. યુવતીએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા તેનો ન્હાતો વીડિયો ઉતારી અને વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ભોગ બનનાર યુવતીને 6 માસનો ગર્ભ રહી ગયો હોવાની પણ વાત સામે આવી છે.

    સુરત શહેરની આ ચકચારી ઘટનામાં યુવતી એ આખરે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. યુવતી પોલીસમાં ગઈ હોવાની જાણ થતાં જ આરોપીએ વીડિયો ડિલીટ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે પ્રાપ્ત અહેવાલો મુજબ યુવતીની પોલીસ ફરિયાદથી ફફડી ઉઠેલા આરોપીએ ગભરાઈને લગ્ન કરવાની પણ તૈયારી દર્શાવી હતી.

    આ પણ વાંચો :  યુવક સાથે અર્ધનગ્ન ફોટા પાડી કરાતો હતો બ્લેકમેઇલ, મહિલા વકીલ સહિત ત્રણ સામે ફરિયાદ

    જોકે, લગ્નની તૈયારી દર્શાવી અને યુવકે ફરી યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ઘટના સામે આવી છે. અંતે યુવતીએ કંટાળીને માતાપિતાને જાણ કરતા મામલો અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો હતો. યુવતીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ સુરતમાં પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી હતી. સુરતના કીમ નજીક પીપોદરા દાળમિલ નજીક હેવાન પિતાએ સંબધોની હદ પાર કરી પત્નિ સહિત પરિવારજનોની હાજરીમાં મોડી રાત્રે સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરી કોસંબા પોલીસ મથકે સગા બાપ સામે બળાત્કારનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી ત્યારે ફરી એક દુષ્કર્મની ઘટના બનતા આ ઘટના સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: BLACKMAIL, Surat girl, બળાત્કાર

    આગામી સમાચાર