સુરત: શહેરના (Surat) સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ઘી વરાછા કો-ઓપ બેંક લિના એટીએમમાં રૂપિયા ભરવા ગયેલા યુવકે ત્રણ જેટલા ઈસમોએ ચપ્પુની અને લાખો રૂપિયાની લૂંટ કરી લેવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. જોકે, સમગ્ર ઘટના સીસીટીવીમાં (loot CCTV) કેદ થતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતમાં હત્યા લૂંટ ચોરી બળાત્કાર જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે આવા લોકોને પકડી પાડવા માટે સુરત પોલીસની સતત સતર્ક રહીને કામગીરી કરતી હોવાની પોકળ વાતો કરતી હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે વધુ એક લૂંટની ઘટના સામે આવતા સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. અહીંયા એક વ્યક્તિ વરાછા બેંક એટીએમમાં રૂપિયા ભરવા ગયો હતો.
આ સમયે મોઢા પર માસ્ક બાંધીને આવેલા ત્રણ વ્યક્તિઓ આ યુવકને એટીએમની અંદર ચપ્પુ બતાવી તેની પાસે રહેલા રૂપિયા લઈને ફરાર થઈ જાય છે. જોકે, આ સમગ્ર ઘટનાને જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. જ્યારે વ્યક્તિ પૈસા ભરી રહ્યો હતો તે સમયે ત્રણ વ્યક્તિઓ ધીમે ધીમે એટીએમમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ આ યુવક સાથે વાત કરી તેને ચપ્પુ બતાવી લઈને ફરાર થઈ જાય છે.
જોકે, પોલીસે આ મામલે ગુનો દાખલ કરી એક એટીએમના સીસીટીવીની મદદથી આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, આ વિસ્તારમાં આ પ્રકારની ઘટના પહેલી વખત નથી બની આ પ્રકારની ઘટના પોલીસે ભૂતકાળમાં પકડાયેલા ગુનેગારોની પૂછપરછ સાથે તપાસ શરૂ કરી છે. ક્યારે જોવાનું એ રહ્યું કે, પોલીસ આરોપીને ક્યારે અને કેવી રીતે પકડે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર