Home /News /gujarat /

સુરતમાં બે છેતરપિંડી: Diamond પેઢી સાથે 9.68 લાખની તો કાપડ વેપારી સાથે 22 લાખની ઠગાઈ

સુરતમાં બે છેતરપિંડી: Diamond પેઢી સાથે 9.68 લાખની તો કાપડ વેપારી સાથે 22 લાખની ઠગાઈ

પ્રતિકાત્મક તસવીર

શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. લૂંટ, મર્ડર, મારામારી, રેપ, છેતરપિંડીની ઘટના સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

સુરત: શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. લૂંટ, મર્ડર, મારામારી, રેપ, છેતરપિંડીની ઘટના સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં આજે વધુ બે છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં એક કતારગામમાં હીરાની પેઢી સાથે 9 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, તો બીજી બાજુ એક્સપોર્ટના માલિક સાથે કાપના ધંધાને લઈ 22 લાખ રૂપિયાની ઠગાઈની ઘટના સામે આવી છે.

સૌપ્રથમ હીરા પેઢીની વાત કરીએ તો, કતારગામ પોલીસના જણાવ્યા મુજબ લક્ષ્મીકાંત આશ્રમરોડ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા મૂળ અમરેલીના લાઠીના જયંતીલાલ દેવરાજભાઈ રીજીયા (ઉ.વ.૫૧) વસ્તાદેવડી રોડ ગુજરાત ગેસ સ્ટેસન પાસે ગ્રાઉન્ડ ફ્લોરમાં ઈકો સ્ટાર નામથી હિરાની પેઢી ભાગીદારીમાં ચલાવે છે. જયંતીલાલની પેઢીમાં કાંચા રફ હિરાઓ પોલિશ કરી તૈયાર કરી માર્કેટમા વેચાણ કરે છે. આ દરમિયાન ગત તા ૨૩મી ઓક્ટોબરના રોજ જયંતીલાલની પેઢીમાંથી બેગ્લોરમાં રોઝ જવેલરીના નામથી ધંધો કરતા અનિલ માંગુકીયા લેબગ્રોન ડાયમંડ ખરીદવાની વાત કરી હતી.

જયંતીલાલે ઓનલાઈન પેમેન્ટ કરતા હોય તો જ વેપાર કરવા જણાવતા અનિલ માંગુકીયાઍ તેની મહીધરપુરા પીપળાશેરીમાં સદજાનંદ બિલ્ડિંગમાં આવેલી ઓફિસમાં વિપુલ અને ચેતન બેઠા છે તેમને પહેલા હીરા બતાવવાની વાત કરી હતી જેથી જયંતીલાલે તેમની ઓફિસના ભુપતભાઈ બોખાને હીરા બતાવવા માટે મોકલ્યા હતા. ત્યારબાદ ૨૪મી ઓક્ટોબરના રોજ અનિલ માંગુકિયા પાંચ લેબગ્રોન હીરા ખરીદવાનું કહેતા જયંતીલાલે હીરાના રૂપિયા ૯,૬૮,૫૯૩ પેઢીના ખાતામાં જમા કરાવ્યા બાદ વેપાર કરવા કહેતા અનિલે આજે ચોથો શનિવાર છે બેન્ક બંધ છે અને અમારે લેબગ્રોન હીરાની અરજન્ટ જરૂર છે, પેમેન્ટ મહીધરપુરાની ઓફિસમાંથી માણસ રોકડમાં આપી દેશે અને સોમવારે બેન્ક ખુલતા આરટીજીઍસથી પેમેન્ટ કરી દેવાની વાત કરી હતી. જેથી ભુપતભાઈ હીરા લઈને ઓફિસમાં આપવા માટે ગયા હતા ત્યાં ચેતનભાઈ ઍકલાજ હાજર હતા અને વિપુલભાઈ આંગડીયા પેઢીમાં રૂપિયા લેવા માટે ગયા હતા. ચેતને ભુપતભાઈને હીરા તેમને આપી દો અને રોકડા રૂપિયા વિપુલભાઈ હરીપુરા ભવાની વડ ખાતે આવેલ કે.ઍમ. આંગડીયા પેઢીમાં હાજર છે ત્યાંથી તેમને આપી દેશે હોવાનુ કહી હીરા લઈ બદલામા જાંગ઼ રસીદમાં સહી કરી આપી હતી.

સુરતમાં રૂવાંટા ઊભા કરે તેવી ઘટના: સવા વર્ષની દીકરીને ઝેર આપ્યા બાદ માતાનો આપઘાત

સુરતમાં રૂવાંટા ઊભા કરે તેવી ઘટના: સવા વર્ષની દીકરીને ઝેર આપ્યા બાદ માતાનો આપઘાત

ભુપતભાઈ હરીપુરા આંગડીયા પેઢીમાં ગયા હતા પરંતુ ત્યાં વિપુલ મળી ન આવતા ફરીથી ઓફિસમાં ગયા તો ત્યાં ચેતનની ઓફિસ બંધ હતી. જેથી અનિલ સાથે વાત કરતા તેઓઍ વિપુલ સારો માણસો છે અરન્ટ કામ હોવાથી મીનીબજાર ગયો છે, અડધા કલાકમાં આવી જશે અને તમામ રૂપિયા આપી દેશે હોવાનું કહી સમય પસાર કર્યો હતો. જેથી ફરિથી અનિલ સાથે વાત કરતા તેઓઍ ચેતને વિપુલ સાથે ચીંટીગ કરી છે. ચેતન કોઈનો ફોન ઉપાડતા નથી. ગોવધનભાઇે અનિલને તેમની સાથે ચીંટીગ કરી હોવા અંગે પોલીસમાં કેસ કરવાની વાત કરતા તેઓ વિશ્વાસ રાખો ફ્લાઈટ પકડી બેંગ્લોરથી સુરત આવુ છુ, રાહ જાવાનું કહ્યું હતુ પરંતુ આવ્યા ન હતા અને બીજા દિવસે મુંબથી સુરત બાય રોડ આવતા રસ્તામાં કારનું અકસ્માત થયું છે અને વરાછામાં આવેલ દવાખાનામાં દાખલ હોવાનુ કહયું હતું, પરંતુ દવાખાનું નામ આપ્યુ ન હતું અને બીજીબાજુ ચેતન પણ તેના ઘર ખાલી કરી નાસી ગયો હતો. ત્યારબાદ અનિલે પણ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતુ. જયંતીલાલને ખ્યાલ આવી ગયો કે, તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસે જયંતીલાલની ફરિયાદ લઈ અનિલ સહિત ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સુરત: 'માથાભારે લાલજી દેસાઈએ 13 લાખની સામે ફાર્મ હાઉસ અને બે લક્ઝરીયસ કાર પડાવી લીધી'

સુરત: 'માથાભારે લાલજી દેસાઈએ 13 લાખની સામે ફાર્મ હાઉસ અને બે લક્ઝરીયસ કાર પડાવી લીધી'

બીજાબાજુ સુરતના ડુમ્મસ રોડ વી.આર.મોલની પાસે વાસ્તુ લક્ઝરીયા ખાતે રહેતા સૌરવ અશોકભાઈ ટીબ્રેવાલ (ઉ.વ.૩૩) પલસાણાના તાતીથૈયાગામ ખાતે ભાસ્કર સીલ્ક મીલ્સ પ્રા.લી.ના નામથી ડાંઈગ અને પ્રિન્ટીંગનું કામ કરે છે, અને ઓફિસ રીગરોડ જશ માર્કેટમાં આવેલી છે. સૌરવભાઈઍ સન ૨૦૧૨માં અજયકુમાર લાડુરામ અગ્રવાલ સાથે સંપર્ક થયો હતો. અજયકુમારે પોતે આકર્શ ઍક્ષપોર્ટના નામથી રીંગરોડ મેટ્રો ટાવર ખાતે મોટાપાયે વેપાર ધંધો કરે છે અને અલગ અલગ મીલમાં કાપડ ઉપર ડાઈગ ઍન્ડ પ્રિન્ટીંગ કરાવી તેઓને સમયસર પેમેન્ટ ચુકવતા હોવાનુ કહી વેપારીઓમાં તેની સારી પ્રતિષ્ઠા છે, મારી સાથે વેપાર ધંધો કરશો તો તમને ખુબજ ફાયદો થશે અને સમયસર પેમેન્ટ મળી જશે હોવાનુ કહી શરુઆતમાં સમયસર પેમેન્ટ ચુકવી વિશ્વાસમાં લીધો હતો.

ત્યારબાદ અજયકુમારે અલગ-અલગ કાપડનો માલ મીલ ખાતે મોકલી આપી ડાઈંગ ઍન્ડ પ્નિન્ટીંગ કરાવ્યો હતો. આ રીતે અજયકુમારે ગત તા ૬ માર્ચ ૨૦૧૮થી ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ દરમિયાન ડાઈંગ ઍન્ડ પ્રિન્ટીંગ કરેલ માલના રૂપિયા ૧૨,૧૪,૪૯૦ની અવાર નવાર માંગણી કરવા છતાંયે આપ્યા ન હતા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી, અજયકુમારે સૈરવભાઈ ઉપરાંત તેના મિત્ર આલોક જસકરણ ચોપરા પાસેથી પણ કાપડ પર ડાંઈગ પ્રિન્ટીંગ કરાવી તેના રૂપિયા ૧૦,૨૨,૯૫૮ મળી કુલ રૂપિયા ૨૨,૩૭,૪૪૮નું પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હતી. પોલીસે સૈરવભાઈની ફરિયાદ લઈ અજયકુમાર અગ્રવાલ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat fraud

આગામી સમાચાર