સુરતમાં મોટી દુર્ઘટના ટળી, મહિના પહેલા જ 22 માસૂમની થઇ હતી 'હત્યા'!

સુરતમાં મોટી દુર્ઘટના ટળી, મહિના પહેલા જ 22 માસૂમની થઇ હતી 'હત્યા'!
શું માસુમ બાળકો ભયના ઓથાર નીચે ભણવા મજબૂર છે ? શું તંત્ર માત્ર દેખાવના જ પગલા લઇને માત્ર નોટિસ આપી જ સંતોષ માને છે ?

શું માસુમ બાળકો ભયના ઓથાર નીચે ભણવા મજબૂર છે ? શું તંત્ર માત્ર દેખાવના જ પગલા લઇને માત્ર નોટિસ આપી જ સંતોષ માને છે ?

 • Share this:
  સુરતમાં હજુ એક મહિના પહેલા જ અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં 22 માસુમ ભૂલકાઓના મોત થયા હતા, આ ઘટનામાંથી તંત્ર શીખ લેવાને બદલે ફરી એકવાર સ્કૂલમાં એક મોટી દૂર્ઘટના સર્જાઇ હોત જો સમયસર બાળકોને બહાર કાઢ્યા ન હોત. સુરતના ભટાર વિસ્તારમાં જ્ઞાનગંગા નામની વિદ્યાલયની બાજુમાં આવેલી ફેક્ટરીમાં લાગેલી આગને પગલે સ્કૂલમાં અભ્યાસ કરતા 250 વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કરીને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા, પણ વિગત મળી છે કે 250 બાળકોને બચાવાયા તે સ્કૂલમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા ન હતી. શું માસુમ બાળકો ભયના ઓથાર નીચે ભણવા મજબૂર છે ? શું તંત્ર માત્ર દેખાવના જ પગલા લઇને માત્ર નોટિસ આપી જ સંતોષ માને છે ?

  એક મહિના પહેલા બન્યો હતો અગ્નિકાંડ !  સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડમાં આગને ગઇકાલે (સોમવારે) એક મહિનો પૂરો થયો છે. આ ઘટનામાં 22 વિદ્યાર્થીઓએ આગને કારણે જીવ ગુમાવ્યો હતો. માસુમોના જીવ લેનારી ઘટના ઘેરા પડઘા પડ્યા હતા, સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી અને સંચાલકો પર ફટકાર કરવામાં આવી હતી.

  અહીં ક્લિક કરી વાંચોઃ સુરત : જ્ઞાનગંગા વિદ્યાલયની બાજુમાં આગ લાગી, 250 વિદ્યાર્થીઓને બચાવાયાં

  દુર્ઘટના બાદ તાત્કાલિક જવાબદાર સામે પગલા લેવામાં આવ્યા, જેમાં ડીજીવીસીએલના એન્જીનિયરથી લઇને્ કોર્પોરેશનના એન્જીનિયર સુધી તમામ મોટા અધિકારીઓ વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા અને કેટલાકને જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યા. હજુ પણ આ મામલે તપાસ ચાલી રહી છે અને જવાબદારોને ઝડપી લેવામાં આવી રહ્યાં છે. માસુમો ગુમાવનારા પરિવારજનોના આંખમાંથી આંસુ પણ હજી સુકાયા નથી.

  સરથાણાની આગ બાદ તંત્ર તરફથી ફાયર સેફ્ટીની વ્યવસ્થા માટે શહેરની તમામ સ્કૂલોમાં ચકાસણી કરીને નોટિસ પાઠવવામાં આવી હતી. જે અંતર્ગત જ્ઞાનગંગા વિદ્યાલયને પણ નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, નોટિસ છતાં સ્કૂલમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા ન હોવાનું માલુમ પડ્યું છે.
  First published:June 25, 2019, 15:44 pm

  ટૉપ ન્યૂઝ