કિન્નરોના હુમલામાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને કિન્નરોના જૂથે 1.50 લાખની સહાય કરી

News18 Gujarati
Updated: September 17, 2019, 4:14 PM IST
કિન્નરોના હુમલામાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને કિન્નરોના જૂથે 1.50 લાખની સહાય કરી
કિન્નરોએ દિવાળીની ઉઘરાણીનો એક હપ્તો પણ પરિવારને આપવાની જાહેરાત કરી હતી.

સુરતમાં (surat)માં દાપુ લેવા મામલે કિન્નરોએ ( Eunuchs )એ યુવાનને ઢોર માર મારતાં તેનું મૃત્યુ (Death) થયું હતું.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (surat) થોડા દિવસ અગાઉ કિન્નરોનો ( Eunuchs )આતંક સામે આવ્યો હતો, જેમાં કિન્નરો દ્વારા દાપુ લેવા મામલે એક યુવાનને ઢોર માર મારવામાં (Attack) આવ્યો હતો. કિન્નરોના હુમલાનો ભોગ બનેલા યુવાનનું સારવાર દરમિયાન મોત (Death) થતાં તેના સંતાનો પિતા વિહોણા બન્યા હતા. આ ઘટનામાં પોલીસ (Police) દ્વારા ત્રણ કિન્નરોની ધરપકડ કરવામાં આવી હતી. પિતા ગુમાવી નિરાધાર બનેલા બાળકો માટે સુરતના કિન્નર નું એક ગ્રૂપ સામે આવ્યું છે. આ ગ્રુપ દ્વારા સુરતના પીડિત પરિવારને 1.50 લાખની સહાય (Help) આપવાાં આવી છે.

બનાવની વિગત એવી છે કે સુરતમાં થોડા દિવસ અગાઉ ગોડાદરા વિસ્તારમાં કિન્નરોની દાદાગીરી સામે આવી હતી. ગોડાદરા માનસરોવર સોસાયટીમાં રહેતા ગહેરીલાલના ઘરે પુત્રનો જન્મ થયો હતો અને કિન્નરો તેમના ઘરે દાપુ લેવા પહોંચી ગયા હતા. કિન્નરોની 21,000 ના બાપુ ની માંગ સામે પિતા દ્વારા સાત હજાર આપ્યા બાદ કિન્નરો એ બેફામ વાણીવિલાસ કર્યો હતો અને ગેરિલા ઢોરમાર મારી તેનું માથું દીવાલ સાથે અથડાવી દીધું હતું.

આ પણ વાંચો :  PM મોદીએ જન્મદિવસે માતા હીરાબાના આશીર્વાદ લીધા, સાથે ભોજન લીધું

આ હુમલામાં યુવકને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પિતાનું મોત થતાં બે પુત્રી અને એક પુત્ર પિતા વિહોણા બન્યા હતા. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે ત્રણ કિન્નરોની ધરપકડ પણ કરી હતી. આ ઘટનામાં પરિવાર નિરાધાર બનતા તેમની સહાય માટે શહેરના કિન્નરોનું એક ગ્રૂપ સામે આવ્યો છે. આ ગ્રુપ દ્વારા આજે પીડિત પરિવારને 1.50 લાખની સહાય કરવામાં આવી છે. આ ઉપરાંત દિવાળીની ઉઘરાણી નો એક હિસ્સો પણ પરિવારને આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

 
First published: September 17, 2019
વધુ વાંચો
अगली ख़बर