Home /News /gujarat /

સુરત ચૂંટણી : કેટલા ઉમેદવારો છે કરોડપતિ, કેટલા છે ગ્રેજ્યુએટ ,જુઓ વિશ્લેષણ

સુરત ચૂંટણી : કેટલા ઉમેદવારો છે કરોડપતિ, કેટલા છે ગ્રેજ્યુએટ ,જુઓ વિશ્લેષણ

સુરત ચૂંટણી : કેટલા ઉમેદવારો છે કરોડપતિ, કેટલા છે ગ્રેજ્યુએટ, જુઓ વિશ્લેષણ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અલગ અલગ પાર્ટીના ઉમેદવારો અંગે એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક ઓફ રીફોર્મ્સ અને ગુજરાત ઇલેક્શન વોચ દ્વારા 584 પૈકી 552 જેટલા ઉમેદવારોની એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું

સુરત : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અલગ અલગ પાર્ટીના ઉમેદવારો અંગે એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક ઓફ રીફોર્મ્સ અને ગુજરાત ઇલેક્શન વોચ દ્વારા 584 પૈકી 552 જેટલા ઉમેદવારોની એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે. વિશ્લેષણ માં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. ઉમેદવારો દ્વારા જે એફિડેવિટ મુકવામાં આવી છે તેની ચોક્સાઈપૂર્વક ખરાઈ કરવામાં આવી નથી એવો આરોપ પણ મુકવામાં આવ્યો છે.

સુરત ખાતે એસોસિયેશન ઓફ ડેમોક્રેટીક ઓફ રીફોર્મ અને અને ગુજરાત ઇલેકશન દ્વારા બહાર પાડવામાં આવેલ ઉમેદવારોની એફિડેવિટ વિશ્લેષણમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. જે મુજબ સંપત્તિ, ક્રિમિનલ બેકગ્રાઉન્ડ અને શૈક્ષણિક લાયકાત અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિશ્લેષણમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. 452 ઉમેદવારોનું વિશ્લેષણ કરાયું છે. જેમાં 43 ઉમેદવારો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. ભાજપના 13 ઉમેદવારો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. જ્યારે ભાજપના 6 ઉમેદવારો ગંભીર ગુનામાં સામેલ પણ છે. આ સિવાય સામાન્ય ગુનામાં 7 ઉમેદવારો સામેલ છે. કોંગ્રેસમાં 20 ઉમેદવારો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. કોંગ્રેસમાં ગંભીર ગુનામાં સામેલ 7 ઉમેદવારો છે.

આ પણ વાંચો - અમદાવાદ : સચિવાલયમાં નોકરી અપાવવાના બહાને ઠગ ટોળકીએ ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા

આ સિવાય સામાન્ય ગુનામાં સામેલ 18 ઉમેદવારો છે. આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારો પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. આર્થિક બાબતો અંગે સ્પષ્ટતામાં સામે આવ્યું છે કે 452 માંથી 81 ઉમેદવારો કરોડપતિ છે. ભાજપના 13 ઉમેદવારો, કોંગ્રેસના 12 ઉમેદવારો અને આપના 2 ઉમેદવારો કરોડપતિ હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે.

શૈક્ષણિક લાયકાત અંગે પણ સ્પષ્ટતા જાણવા મળ્યું છે કે 452માંથી 302 ઉમેદવારો 12થી ઓછું ભણેલા છે. 103 ઉમેદવારો સ્નાતક અને તેથી વધુ ભણેલા હોવાની વિગતો બહાર આવી છે. 5 ઉમેદવારો અશિક્ષિત છે, જ્યારે 8 ઉમેદવારોએ ડિપ્લોમા કર્યું છે. 19 ઉમેદવારોએ સાક્ષર હોવાનું એફિડેવિટમાં જણાવ્યું છે. 15 ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત જ બતાવી નથી. મનપાની ચૂંટણીમાં પ્રથમ વખત આ વિશ્લેષણ કરાયું છે. જ્યાં વિધાનસભા અને લોકસભામાં ADR દ્વારા વિશ્લેષણ કરાય છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Election 2021, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन