સુરતઃ સુરતના ગોડદાર રાજ પેલેસ એપાર્ટમેન્ટના એક બંધ મકાનમાં પોલીસે દરોડા પાડીને શ્રાવણીયો જુગાર રમતા શકુનિઓને પકડી પાડ્યા છે. તેમની પાસેથી રૂ.14લાખ રોકડ સહિત મુદ્દામાલ કબજે કરાયો છે.
સુરતની લિંબાયત પોલીસને બાતમી મળી હતી કે ગોડદાર રાજપેલેસ એપાર્ટમેન્ટના બંધ મકાનમાં જુગાર રમાય રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે છાપો મારતા જુગાર રંમતા જયંતી ધાનાણી, મહેશ સાવલીયા, કિશોર ડોબરીયા, ગોપાલ ભરવાડ, જંયતિ કાનાણી, ધર્મેશ વડોદરિયા, રોહિત ઘેરિયા, રાઘવજી જીજાળાને ઝડપી પાડયા હતા.
જેઓની પાસેથી પોલીસે રૂપિયા 14.51 લાખ રોકડા, ત્રણ બાઇક, કાર તથા નવ મોબાઇલ મળી કુલ્લે રૂપિયા 21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં ઝડપાયેલા શખ્સો હીરાના વેપારી તથા જમીન-લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યુ હતુ.
રાજ પેલેસ એપાર્ટમેન્ટ ના ૧૦૧ નંબર ના ફ્લેટમાં પોલીસે જુગાર રમી રહેલા ૮ જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા.સાથે જ ૧૪.૫૨ લાખ ની રોકડ તેમજ મોબાઈલ ,કાર અને મોટર સાયકલ મળી કુલ ૨૧ લાખ રૂપિયા નો મુદ્દામાલ કબજે લીધો હતો. જે ફ્લેટમાંથી જુગાર ઝડપાયો એ ફ્લેટ શૈલેસ પ્રજાપતિ નામના વ્યક્તિનો છે અને વતન ગયો હોવાથી રાજેશ ઘેટિયા નામના તેના મિત્ર ને ફ્લેટની ચાવી આપી ગયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર