સુરત : સુરતમાં સતત ક્રાઇમ (Surat Crime)રેશિયો વધી રહ્યો છે. ગ્રીષ્મા વેકરીયાની (Grishma Vekaria)હત્યા (Murder)બાદ સુરત પોલીસ (Surat Police)એક્શન મોડમાં આવી હતી. હાલમાં રાત્રી અને દિવસ દરમિયાન સુરત પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન ધોરણ-8ના વિદ્યાર્થીના બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી આવ્યા હતાં.
ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતાં એક યુવક તથા ધોરણ-8ના વિદ્યાર્થીના બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી આવ્યા હતાં. દેશી તમંચા અને રેમ્બો છરા સહિતના હથિયારો મળી આવતાં પોલીસે બન્નેને ઝડપી લઈને આ હથિયારો તેમને કોણે આપ્યા અને કોને આપવાના હતા તથા શું ઉપયોગ કરવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ખટોદરાના અલથાણ સોહમ સર્કલ પાસે બે યુવકો ઘાતકી હત્યારો સાથે રાખીને ફરી રહ્યા છે. જે બાતમી પોલીસની ટીમને મળતા સાથે સર્કલ પાસે વોચ ગોઠવી બાળ કિશોર સહિત એક યુવકને ઝડપી પાડ્યો હતો. જેમની સ્કૂલ બેગમાંથી ચોપડાને બદલે ઘાતકી હથિયાર એટલે કે, દેશી તમાચો અને છરા મળી આવ્યા હતા. આરોપી 16 વર્ષનો છે અને ધોરણ-8માં અભ્યાસ કરે છે.
યુવકની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ હથિયારો વોન્ટેડ આરોપી રાજ કિરપાલશિંગ પાસેથી લાવ્યા હતા. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. વાલીઓએ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. વાલીઓને પોતાના બાળકો ઉપર ધ્યાન રાખવું જોઈએ કે, તેઓ શું કરી રહ્યા છે, કોની સાથે ફરે છે, ક્યાં ફરે છે, તેમજ કોની સાથે રહે છે. આ સમગ્ર બનાવ અંગે ખટોદરા પોલીસે આરોપી જાવેદ જમીર શેખ અને કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં વધુ એક હત્યાની ઘટના (Surat Murder case) સામે આવી છે. પાણીપુરીની લારી ઉપર પાણીપુરી (Panipuri) ખાવા ગયેલી યુવતીની મશ્કરી (Girl molestation) કરતા યુવકને બાજુમાં ઊભેલા આધેડે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા યુવકે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી નાખી હતી. જોકે ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી હત્યા કરી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી. (વધુ સમાચાર વાંચવા ક્લિક કરો)
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર