સુરત : ટેક્ષટાઇલ માર્કેટે ફરી ચિંતા વધારી, 4 માર્કેટમાં 24 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ


Updated: September 22, 2020, 11:18 PM IST
સુરત : ટેક્ષટાઇલ માર્કેટે ફરી ચિંતા વધારી, 4 માર્કેટમાં 24 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ
પ્રતિકાત્મક તસવીર

સુરત મનપા દ્વારા આજે ટેક્ષટાઇલ માર્કેટોમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા

  • Share this:
સુરત : સુરત ટેક્ષટાઇલ માર્કેટે ફરી એક વખત મનપાની ઉંધ હરામ કરી નાખી છે. આજે મનપા દ્વારા કેટલાક માર્કેટોમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 24 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તે ઉપરાંત શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફરતા 8 જેટલા શાકભાજી વિક્રેતાઓમાં પણ કોરોના સંક્રમણ મળી આવ્યું હતું.

સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આજે પણ સુરતમાં 297 કેસ કોરોના પોઝિટિવ નોધાયા હતા, જે સંક્રમણને રોકવા માટે મનપા દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ છતા પણ શહેરમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. સુરત શહેરમાં કોરોના સંક્રમણ રોકવા મનપા દ્વારા ખાસ ગાઇડલાઇન બનાવવામાં આવેલી છે તેમ છતા લોકો તેનું પાલન યોગ્ય રીતે નહીં કરતા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદ : યુવાધનને નશાના રવાડે ચઢાવતા કફ શિરપ અને દવાના જથ્થા સાથે ત્રણની ધરપકડ

સુરત મનપા દ્વારા આજે ટેક્ષટાઇલ માર્કેટોમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં અભિષેક માર્કેટમાં 200 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મહાવીર માર્કેટમાં 177 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 5 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. રાધે માર્કેટમાંથી 75 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 4 કેસ અને રેશમવાલા માર્કેટમાં 150 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 10 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. કુલ ચાર માર્કેટોમાંથી 24 કર્મચારીઓના કેસો પોઝિટિવ આવ્યા હતા, આ તમામ માર્કેટો એવી છે કે જ્યાં સૌથી વધુ કામ માટે આવતા લોકો મગોબ વિસ્તારમાં રહે છે અને મગોબ વિસ્તારમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાયું છે.

મનપાએ હાલમાં તમામ પોઝિટિવ આવેલા કર્મચારીઓને કોરેન્ટાઇન કર્યા છે. આ ઉપરાંત આજે સુરત શહેરમાં શાકભાજી વિક્રેતાઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 8 જેટલા શાકભાજી વિક્રેતાઓના પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. હાલમાં મનપા દ્વારા વ્યવસાય અને પબ્લિક સાથે જે લોકો જોડાયેલા છે તેમના ટેસ્ટ વધારે કરવામાં આવી રહ્યા છે.
Published by: Ashish Goyal
First published: September 22, 2020, 11:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading